લખનઊના ક્રિકેટરો કેમ આજે મરુન અને ગ્રીન કલરની જર્સી પહેરીને રમી રહ્યા છે? | મુંબઈ સમાચાર

લખનઊના ક્રિકેટરો કેમ આજે મરુન અને ગ્રીન કલરની જર્સી પહેરીને રમી રહ્યા છે?

કોલકાતા: લખનઊ સુપર જાયન્ટ્સ ટીમના ખેલાડીઓની જર્સી આ વર્ષે ડાર્ક બ્લુ સહિતના મલ્ટિકલરની છે, પણ આજની કોલકાતા ખાતેની એની મૅચ ડ્રેસની દૃષ્ટિએ અલગ જ છે.

લખનઊના પ્લેયરો આજે કોલકાતા સામેની મૅચમાં મરુન અને ગ્રીન કલરની જર્સી પહેરીને રમી રહ્યા છે. આ રંગની જર્સી પહેરવાની પ્રેરણા તેમને કોલકાતાની માતબર ટીમ મોહન બગાનના પ્લેયરોની જર્સી પરથી મળી છે.


લખનઊની ટીમના ફ્રૅન્ચાઇઝી અને મોહન બગાનની ટીમ, બન્નેના એક જ માલિક છે. ભારતીય બિલ્યનેર સંજીવ ગોએન્કા આ બન્ને ટીમના માલિક છે.


સ્વાભાવિક રીતે કોઈને પણ થાય કે ઈડન ગાર્ડન્સથી માત્ર છ કિલોમીટર દૂર આ બેમાંથી કઈ એક ટીમના માલિકોનું બેઝ છે એવું જો પૂછવામાં આવે તો તરત જવાબ મળશે કે કોલકાતાની ટીમના માલિકોનું. જોકે આ જવાબ સાચો નથી. ઈડનની નજીકમાં લખનઊની ટીમના માલિકો (ગોએન્કા)નું બેઝ (મોહન બગાન) હતું.

2023માં કોલકાતા સામેની મૅચમાં પણ લખનઊના ખેલાડીઓએ મરુન-ગ્રીન જર્સી પહેરી હતી. 2023ની પહેલી મેએ ઈડન ગાર્ડન્સમાં લખનઊએ કોલકાતાને એક રનથી હરાવ્યું હતું.

લખનઊની ટીમ એના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવ વગર રમી રહી છે. જોકે લખનઊનો ઇતિહાસ છે કે કોલકાતા સામે એ ક્યારેય નથી હાર્યું.


ઈડનમાં આજે કોલકાતાના કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને લખનઊને પહેલા બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button