લખનઊ: કોલકાતા નાઇટ રાઇડર્સનો બાવીસ વર્ષનો ફાસ્ટ બોલર હર્ષિત રાણા હજી માંડ દોઢ વર્ષથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમે છે અને આઇપીએલમાં પણ કંઈ બહુ જૂનો નથી એમ છતાં તે આ સીઝનમાં કેમ નીતનવા ચેનચાળા કરી રહ્યો છે એ જ નથી સમજાતું.
ફાસ્ટ બોલરમાં આક્રમક મિજાજ હોય એ સ્વાભાવિક છે, પણ જ્યાં શિસ્ત જાળવવા માટે અમુક નિયમો બન્યા હોય એ તો પાળવા જ પડતા હોય છે.
હર્ષિત રાણાએ આઠ મૅચમાં 14 વિકેટ લીધી છે. તમામ બોલર્સમાં તે ચોથા નંબરે અને કોલકાતાના બોલર્સમાં ત્રીજા સ્થાને છે.
હર્ષિતને જૂનના ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં જગ્યા નથી મળી એટલે તે ગુસ્સો બતાવી રહ્યો છે કે શું?
આઇપીએલના સંચાલક બીસીસીઆઇએ મેદાન પર ચેનચાળા કરવા બદલ બે વાર દંડ કર્યો છે એમ છતાં તે પોતાના પર કાબૂ નથી રાખી શક્યો. અગાઉ હૈદરાબાદના બૅટર મયંક અગરવાલને આઉટ કર્યા પછી ફ્લાઇંગ કિસના સંકેતથી તેને સૅન્ડ-ઑફ આપવા બદલ હર્ષિતની 60 ટકા મૅચ-ફી કપાઈ ગઈ હતી. તેણે દિલ્હી કૅપિટલ્સના અભિષેક પૉરેલને આઉટ કર્યા બાદ વિચિત્ર રીતે સૅન્ડ-ઑફ આપીને સત્તાધીશોનો ક્રોધ વહોરી લીધો હતો. હર્ષિતે ગુનો કબૂલ્યો અને તેની 100 ટકા મૅચ-ફી કાપી લેવા ઉપરાંત તેને એક મૅચ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.
રવિવારે લખનઊમાં લખનઊ સુપર જાયન્ટ્સના કૅપ્ટન કે. એલ. રાહુલને તેના પચીસમા રને આઉટ કર્યા પછી હર્ષિત રાણાએ હોઠ પર આંગળી મૂકીને કોને ચૂપ રહેવાનો સંકેત આપ્યો એની ખૂબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે હર્ષિતે ગેરશિસ્ત બદલ તેની સામે બે વખત કડક પગલાં ભરનાર બીસીસીઆઇની મજાક કરી હોવાનું મનાય છે.
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે…
Discover the 6 lucky signs on your palm that reveal hidden aspects of your destiny, wealth, success, and fortune in life. Explore palmistry insights now!