IPL 2024સ્પોર્ટસ

IPL Final: કુંબલે અને શેન વોટસને ફાઈનલ પહેલા આ ટીમની તરફેણ કરી, જાણો શું કહ્યું

ચેન્નઈ: આજે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની ફાઈનલ મેચ રમાશે. એ પહેલા ભારતના ભૂતપૂર્વ સ્પિન બોલર અનિલ કુંબલે અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસને કઈ ટીમ ટાઈટલ જીતે તેવી શક્યતા વધુ છે એ અંગે મત આપ્યો હતો. બંને દિગ્ગજોએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને ફેવરિટ ગણાવી હતી.

બેટિંગ અને બોલિંગ વિભાગમાં ફાયરપાવરને કારણે કુંબલેએ KKRનું સમર્થન કર્યું. જ્યારે વોટસને જણાવ્યું કે SRHએ આ પીચ પર છેલ્લી મેચ રમી હોવાથી ફાયદો થઇ શકે છે, પરંતુ કોલકાતા ફાઈનલ માટે ફ્રેશ થઇને મેદાનમાં ઉતરશે.

વોટસને કહ્યું કે “ખાસ કરીને જ્યારે ડ્યુ ન હોય ત્યારે, પીચ કેવી રહે છે એ SRHને જાણ હોવાથી તેને ફાયદો થઇ શકે છે. તેમણે બેકઅપ લેવું પડે છે, અને તેમની માનસિક અને શારીરિક ઊર્જાને ઝડપથી પુનર્જીવિત કરવી પડે છે, પરંતુ KKRની ટીમ એક દમ ફ્રેશ છે; ટીમમાં વિશ્વ કક્ષાના ખેલાડીઓ છે, અને તેમને હરાવવા ખૂબ મુશ્કેલ હશે.”

અનીલ કુંબલેએ કહ્યું કે “આ બંને ટીમોએ દાખલો બેસાડ્યો છે કે પાવરપ્લેનો ઉપયોગ કેવી રીતે કરવો, આ સ્તરે પાવરપ્લેનો ઉપયોગ કરવાની જરૂર છે. KKR એક ઓલરાઉન્ડ ટીમ રહી છે. તેમની પાસે રિંકુ સિંહ જેવા ખેલાડીઓ છે, તેમની પાસે વિસ્ફોટક બેટ્સમેનોની ટીમ છે, સ્ટાર્ક જેવો બોલર તેના ફોર્મમાં આવી રહ્યો છે, છેલ્લી મેચમાં તેની અસર દેખાઈ. શ્રેયસ અય્યરે પણ એક કેપ્ટન તરીકે અસાધારણ પ્રદર્શન કર્યું.”

આ પણ વાંચો : IPL 2024 Final: KKR અને SRH વચ્ચે મહામુકાબલો, જાણો પિચ-વેધર રીપોર્ટ, પ્લેઇંગ-11 અને રેકોર્ડ

દરમિયાન, ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સુરેશ રૈના માને છે કે સ્પિનની આઠ ઓવર ફાઈનલ મેચમાં નિર્ણાયક પરિબળ સાબિત થશે અને તેણે SRHના કેપ્ટન પેટ કમિન્સની નેતૃત્વ કૌશલ્યની પણ પ્રસંશા કરી, પેટ કમિન્સની આગેવાનીમાં જ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાને ODI વર્લ્ડ કપમાં જીત મેળવી હતી.

સુરેશ રૈનાએ કહ્યું લે પ્રથમ બેટિંગ કરી વધુને વધુ રન કરવા જોઈએ, પરંતુ સ્પિનની આઠ ઓવર નિર્ણાયક હશે. KKRએ ચેન્નાઈમાં IPL જીતી છે, દબાણ અલગ હશે. SRH માટે મુખ્ય મુદ્દો પેટ કમિન્સ છે જે, તે પહેલેથી જ વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે, તે જાણે છે કે ડ્રેસિંગ રૂમમાં કેવી રીતે વર્તન કરવું.

KKR 10 વર્ષની લાંબી રાહ બાદ પોતાની ત્રીજી IPL ટ્રોફી ઉપાડવા અને ટાઇટલ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. બીજી તરફ હૈદરાબાદ છ સિઝનમાં પ્રથમ વખત ફાઈનલ રમી રહ્યું છે. SRH છેલ્લે 2018માં ફાઇનલમાં પહોંચી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ