સ્પોર્ટસ

આઇપીએલના ક્રિકેટરો પર બીસીસીઆઇની ધોધમાર ધનવર્ષા…

દરેક ખેલાડીને લાખો-કરોડોના કૉન્ટ્રૅક્ટ મની ઉપરાંત પ્રત્યેક મૅચ રમવાના 7.50 લાખ રૂપિયા પણ મળશે

નવી દિલ્હી: બીસીસીઆઇના સેક્રેટરીપદ પરથી વિદાય લઈ રહેલા અને આઇસીસીના નવા ચૅરમૅન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જય શાહે શનિવારે જાહેરાત કરી હતી કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમનાર દરેક ખેલાડીને હવે સંબંધિત ફ્રૅન્ચાઇઝી તરફથી મળતા કૉન્ટ્રૅક્ટ મની ઉપરાંત પ્રત્યેક મૅચ રમવાની 7.50 લાખ રૂપિયાની મૅચ ફી પણ મળશે. આ મૅચ ફી તેમને તમામ 14 લીગ મૅચો માટે અપાશે.

આ પણ વાંચો : IPL 2025 Auction: BCCI સાથેની બેઠકમાં શાહરૂખ નેસ વાડિયા સાથે ઝઘડી પડ્યો! જાણો શું છે વિવાદ

બીસીસીઆઇ ખેલાડીઓને કન્સિસ્ટન્સી તેમ જ ચૅમ્પિયન આઉટસ્ટેડિંગ પર્ફોર્મન્સની ઉજવણીના ભાગરૂપે અને ઐતિહાસિક નિર્ણયના રૂપમાં મૅચ ફીની આ વધારાની આર્થિક સવલત આપશે.

જય શાહે એવું પણ જણાવ્યું હતું કે ‘પ્રત્યેક ફ્રૅન્ચાઇઝી આગામી સીઝન (2025ની આઇપીએલ) માટે કુલ મૅચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયા ફાળવશે.

આ પણ વાંચો : IPLમાં હવે થશે અદાણીની એન્ટ્રી, આ ટીમ ખરીદશે

જે ખેલાડી તમામ 14 લીગ મૅચ રમશે તેને (દરેક મૅચના 7.50 લાખ રૂપિયા પ્રમાણે) કુલ મળીને 1.05 કરોડ રૂપિયા માત્ર મૅચ ફીના રૂપમાં મળશે. એ ઉપરાંત તેને પોતાના ફ્રૅન્ચાઇઝી તરફથી નક્કી થયેલા કૉન્ટ્રૅક્ટ મની તો મળવાના જ છે.

ઉદાહરણ તરીકે જો કોઈ નાના ખેલાડીને તેના ફ્રૅન્ચાઇઝી તરફથી એક આઇપીએલ સીઝન રમવાના માત્ર 20 રૂપિયા મળવાના હશે, પરંતુ તેની કાબેલિયત જોતાં તેને જો તમામ 14 લીગ મૅચમાં રમાડવામાં આવશે તો એ ખેલાડીને 20 લાખના કૉન્ટ્રૅક્ટ મની ઉપરાંત મૅચ ફી તરીકે કુલ 1.05 કરોડ રૂપિયા પણ મળશે.

ખાસ કરીને જે ખેલાડીને 20 લાખ રૂપિયા કે 50 લાખ રૂપિયા જેટલી તેની બેઝ પ્રાઇસે (મૂળ કિંમતે) ખરીદવામાં આવતા હોય છે તેમને (દરેક મૅચ મુજબની 7.50 લાખ રૂપિયાની) મૅચ ફીની સિસ્ટમથી ઘણો ફાયદો થશે.

આ પણ વાંચો : IPL 2025 પહેલા સંજુ સેમસનનો મહત્વનો નિર્ણય, બન્યો ટીમનો માલિક

બીસીસીઆઇની રવિવારે 93મી વાર્ષિક સામાન્ય સભા છે જેમાં આઇસીસીની મીટિંગ માટેના બે પ્રતિનિધિની પસંદગી કરવામાં આવશે. જય શાહના અનુગામી કોણ એના પર પણ ચર્ચા થશે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ