સ્પોર્ટસ

IPL: પંજાબ કિંગ્સનું સેલિબ્રેશન, કેપ્ટન આ અભિનેત્રી સાથે ડાન્સ કરીને ધૂમ મચાવી

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024ને લઈને ક્રિકેટ પ્રેમીઓની સાથે ખેલાડીઓમાં પણ ભરપૂર આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઈપીએલની શરુઆત પૂર્વે તાજેતરમાં પંજાબ કિગ્સ દ્વારા શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીમની માલિક સાથે કેપ્ટને ડાન્સ કરીને ધૂમ મચાવી હતી.

આઇપીએલની શરૂઆત પહેલા ‘પંજાબ કિંગ્સ’ની ટીમે એક જોરદાર સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં પંજાબ કિંગ્સનો કૅપ્ટન શિખર ધવન ટીમની માલિક અભિનેત્રી પ્રીતિ ઝીન્ટા સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો હવે વાઇરલ થઈ રહ્યો છે.

પંજાબ કિંગ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટીમની ડાન્સ પાર્ટીનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાર્ટીમાં પંજાબ કિંગ્સનો કૅપ્ટન શિખર ધવન ટીમની માલિક અભિનેત્રી પ્રીતિ ઝીન્ટા ફિલ્મી ગીત પર એક સાથે ડાન્સ કરતાં દેખાઈ રહ્યા છે.

આઇપીએલ 2024માં બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે 23 માર્ચે મુકાબલો જામવાનો છે. પંજાબ કિંગ્સે એકપણ આઇપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો નથી, જેથી આ વર્ષની ટુર્નામેન્ટમાં કૅપ્ટન શિખર ધવન પંજાબ કિંગ્સના ચાહકોનું અને પ્રીતિ ઝીન્ટાનું સપનું પૂર્ણ કરે એવી આશા છે. 22 માર્ચે CSK VS RCB વચ્ચે પહેલી મેચ થવાની છે.

https://twitter.com/PunjabKingsIPL/status/1769016606984905167?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1769016606984905167%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=about%3Ablank

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button