ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ગુજરાત ટાઈટન્સે 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉમેશની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. શરૂઆતમાં તેને ખરીદવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સ્પર્ધા હતી. આ પછી દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી. પરંતુ ગુજરાતે દાવ માર્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી અલ્ઝારી જોસેફને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી. લખનૌ સુપર જાયન્ટ્સે જોસેફને ખરીદવા માટે 11.25 કરોડ રૂપિયા સુધી ચૂકવ્યા હતા. પરંતુ અંતે આરસીબીનો વિજય થયો હતો.
50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ ધરાવતા શિવમ માવીને લખનઉ સુપર જાયન્ટ્સે 6.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.