આઇપીએલ-ઑક્શનના પ્રારંભિક તબક્કામાં કોણે કોને ખરીદ્યો, જાણી લો…

જેદ્દાહઃ આઇપીએલની 2025 ની સીઝન પહેલાંના બે દિવસના મેગા ઑક્શનમાં રવિવારે પહેલા જ દિવસે મોટા ધૂમધડાકા થયા હતા. લખનઊએ વિકેટકીપર રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદીને તેને આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો તો બીજી બાજુ પંજાબે શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયામાં મેળવી લીધો હતો. શ્રેયસ આઇપીએલનો બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
આ પણ વાંચો : IND vs AUS 1st Test: ટી બ્રેક સુધી ટીમ ઇન્ડિયા મજબુત સ્થિતિમાં, વિરાટ-સુંદર પીચ પર
આ ઉપરાંતની મુખ્ય હરાજીમાં કઈ ટીમે કોને કેટલા રૂપિયામાં ખરીદ્યો એની પ્રારંભિક યાદી ખૂબ રસપ્રદ છે.
(1) રિષભ પંત (લખનઊ), 27 કરોડ રૂપિયા (2) શ્રેયસ ઐયર (પંજાબ), 26.75 કરોડ રૂપિયા (3) અર્શદીપ સિંહ (પંજાબ), 18 કરોડ રૂપિયા (4) યુઝવેન્દ્ર ચહલ (પંજાબ), 18 કરોડ રૂપિયા (5) જૉસ બટલર (ગુજરાત), 15.75 કરોડ રૂપિયા (6) કેએલ રાહુલ (દિલ્હી), 14 કરોડ રૂપિયા (7) મોહમ્મદ સિરાજ (ગુજરાત), 12.25 કરોડ રૂપિયા (8) મિચલ સ્ટાર્ક (દિલ્હી), 11.75 કરોડ રૂપિયા (9) કૅગિસો રબાડા (ગુજરાત), 10.75 કરોડ રૂપિયા (10) મોહમ્મદ શમી (હૈદરાબાદ), 10 કરોડ રૂપિયા (11) લિયામ લિવિંગસ્ટન (બેન્ગલૂરુ), 8.75 કરોડ રૂપિયા (12) ડેવિડ મિલર (લખનઊ), 7.50 કરોડ રૂપિયા (13) હૅરી બ્રૂક (દિલ્હી), 6.25 કરોડ રૂપિયા, (14) એઇડન માર્કરમ (લખનઊ), બે કરોડ રૂપિયા, (15) ડેવોન કોન્વે (ચેન્નઈ), 6.25 કરોડ રૂપિયા.
આ ઑક્શનમાં કુલ 577 ખેલાડીઓના નામ પર બોલી બોલાવાની છે. જોકે એમાંથી ઘણા પ્લેયર `અનસૉલ્ડ’ પણ રહેશે.
અર્શદીપ સિંહને પંજાબના માલિકોએ રાઇટ-ટુ-મૅચ (આરટીએમ)ની સિસ્ટમ હેઠળ ફરી ખરીદી લેવાનો વિકલ્પ અપનાવ્યો હતો અને તેને ભારે રસાકસી વચ્ચે છેવટે 18 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો. તે રવિવારની હરાજીમાં ખરીદાયેલો પ્રથમ ખેલાડી બન્યો હતો.