ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલને ચેન્નઈ સુપર કિંગ્સે રૂ. 14 કરોડમાં ખરીદ્યો હતો. મિશેલને ખરીદવા પંજાબ અને ચેન્નઈ વચ્ચે સ્પર્ધા જામી હતી અંતે ચેન્નઈએ બાજી મારી હતી. ડેરીલ મિશેલની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી.
પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને રૂ.11.75 કરોડમાં ખરીદ્યો છે.
ભારતીય ખેલાડી હર્ષલ પટેલની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. ગુજરાત ટાઇટન્સે તેના પર પ્રથમ બોલી લગાવી હતી. ગુજરાત બાદ પંજાબ કિંગ્સ પણ સ્પર્ધામાં આવી. ગુજરાત અને પંજાબ વચ્ચેનો મુકાબલો અંત સુધી ચાલુ રહ્યો હતો. આ પછી લખનઉ સુપર જાયન્ટ્સે પણ બોલી લગાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ અંતે પંજાબ કિંગ્સે બાજી મારી હર્ષલ પટેલને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઈંગ્લેન્ડના ક્રિસ વોક્સે તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી હતી. પંજાબે તેને 4 કરોડ 20 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો.
બીજા સેટની હરાજી:
ગેરાલ્ડ કોએત્ઝી – રૂ. 5 કરોડ – મુંબઈ ઈન્ડિયન્સ
પેટ કમિન્સ – 20.50 કરોડ – સનરાઇઝર્સ હૈદરાબાદ
વાનિન્દુ હસરંગા – 1.5 કરોડ – સનરાઇઝર્સ હૈદરાબાદ
ડેરીલ મિશેલ – 14 કરોડ – ચેન્નાઈ સુપર કિંગ્સ
અઝમતુલ્લા ઉમરઝાઈ – 50 લાખ – ગુજરાત ટાઇટન્સ
હર્ષલ પટેલ – 11.75 કરોડ – હર્ષલ પટેલ
રચિન રવિન્દ્ર – 1.80 કરોડ – ચેન્નાઈ સુપર કિંગ્સ
શાર્દુલ ઠાકુર – રૂ. 4 કરોડ – ચેન્નાઈ સુપર કિંગ્સ
ક્રિસ વોક્સ – 4.20 કરોડ – પંજાબ કિંગ્સ