IPL Auction update: લોકી ફર્ગ્યુસન અને જોશ ઈંગ્લિશને કોઈ ખરીદદારના મળ્યાં, આ યુવા ભારતીય ખેલાડી વેચાયા | મુંબઈ સમાચાર
IPL 2024સ્પોર્ટસ

IPL Auction update: લોકી ફર્ગ્યુસન અને જોશ ઈંગ્લિશને કોઈ ખરીદદારના મળ્યાં, આ યુવા ભારતીય ખેલાડી વેચાયા

ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો. તેની બેઝ કિંમત 50 લાખ રૂપિયા હતી. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને દિલ્હી કેપિટલ્સે તેને બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા ખરીદ્યો.

ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિશ અનસોલ્ડ રહ્યો. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. શ્રીલંકાનો ખેલાડી કુસલ મેન્ડિસ પણ અનસોલ્ડ રહ્યો. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. દરમિયાન સ્ટીવ સ્મિથ પણ અનસોલ્ડ રહ્યો છે.

ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન ફિલિપ સોલ્ટ અનસોલ્ડ રહ્યો. તેની બેઝ પ્રાઈઝ 1.50 કરોડ રૂપિયા હતી.
ભારતીય ફાસ્ટ બોલર ચેતન સાકરિયા મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે બેઝ પ્રાઈસ પર ખરીદ્યો. બીજી બાજુ કેએસ ભરત પણ 50 લાખમાં વેચાયો હતો.

ન્યૂ ઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન અનસોલ્ડ રહ્યો, તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી.

સંબંધિત લેખો

Back to top button