ઓક્શન પહેલા IPL 2026ની તારીખો લીક થઇ! આ તારીખે યોજાશે પહેલી મેચ

અબુધાબી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે મીની ઓક્શન આજે મંગળવારે UAEના અબુધાબી સ્થિત ઐતીહદ અરેનામાં યોજવાનું છે. ક્રિકેટ ચાહકો એ જાણવા આતુર છે કે IPL 2026ની શરૂઆત ક્યારે થશે અને ફાઈનલ મેચ ક્યારે રમશે. એવામાં IPL 2026ના શેડ્યુલ અંગે મહત્વનું અપડેટ મળ્યું છે.
ઓક્શન પહેલા સોમવારે અબુ ધાબીમાં BCCIના અધિકારીઓ અને ફ્રેન્ચાઇઝના પ્રતિનિધિઓ વચ્ચે એક બેઠક થઈ. આ દરમિયાન BCCIના અધિકારીઓએ ફ્રેન્ચાઇઝને માહિતી આપી કે IPL 2026ની શરુઆત 26 માર્ચ 2026, ગુરુવારના રોજ થશે, જ્યારે ફાઇનલ મેચ 31 મે 2026, રવિવાર ના રોજ રમાશે.
એક અહેવાલ મુજબ, IPLના CEO હેમાંગ અમીને IPLની 19મી સિઝના શેડ્યુલની જાણકારી ફ્રેન્ચાઇઝના પ્રતિનિધિઓને આપી હતી. જો કે BCCIએ તારીખો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ અંગે સપેન્સ:
નોંધનીય છે કે સામાન્ય રીતે IPL સિઝનની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર રમાતી હોય છે. ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) ચેમ્પિયન બની હતી. 4 જૂન 2025ના રોજ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ થઇ હતી, ત્યાર બાદ સ્ટેડિયમ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આથી IPL 2026ની ઓપનીંગ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે કે નહીં એ અંગે હજુ સપેન્સ છે.
કર્ણાટક સરકારે મંજુરી આપી:
તાજેતરનાં એક અહેવાલ મુજબ કર્ણાટક સરકારે કર્ણાટક ક્રિકેટ એસોસિએશનને ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં IPL મેચોનું આયોજન કરવા માટે ક્લીનચીટ આપી દીધી છે.
કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે જણાવ્યું, “અમને આશા છે કે ચિન્નાસ્વામી ખાતે મેચો યોજાશે. ગૃહ પ્રધાન સાથે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે, અમે પોઝીટીવ છીએ. ગૃહ પ્રધાન ક્રિકેટ એસોસિએશન સાથે ચર્ચા કરશે.”
આ પણ વાંચો…IPL 2026 Auction: છેલ્લી ઘડીએ 19 ખેલાડીઓનો સમાવેશ, કેટલીક ફ્રેન્ચાઇઝીઓ નારાજ



