સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડશે તો કોણ સંભાળશે ટીમની કમાન? આ બે ખેલાડીઓ પર નજર…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ને આડે હજુ પાંચ મહિના જેટલો સમય છે, પણ અત્યારથી જ ગતિવિધિઓ શરુ થઇ ગઈ છે. અહેવાલ છે કે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ટીમ છોડીને ચેન્નઈ સુપર કિંગ્સ સામેલ થઇ શકે છે. સંજુના જવાથી રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો પડશે, ટીમ વિશ્વાસપાત્ર બેટર ઉપરાંત હોનહાર કેપ્ટન પણ ગુમાવશે.
IPL 2026 માં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ ટીમનના બે ખેલાડીઓ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. IPL 2026 માં ઓપનીંગ બેટર યશસ્વી જયસ્વાલ અને વિકેટકીપર-બેટર ધ્રુવ જુરેલને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.

રિયાન પરાગને કેપ્ટનશીપ કેમ નહીં મળે?
કેટલાક લોકો અટકળો લગાવી રહ્યા છે કે રિયાન પરાગને કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે,પણ એવી શક્યતા ઓછી છે. કેપ્ટન તરીકે રિયાન પરાગનું પ્રદર્શન સારું નથી રહ્યું, IPL 2025 માં સેમસનની ગેરહાજરીમાં રિયાન કેટલીક મેચોમાં કેપ્ટનશીપ કરી હતી, તેણે 8 મેચ ટીમની આગેવાની કરી હતી, જેમાંથી 6માં ટીમને હાર મળી હતી.
ટીમ મેનેજમેન્ટ યશસ્વી જયસ્વાલ અથવા જયસ્વાલ જુરેલ તરફ નજર કરી શકે છે. બંનેમાંથી કોઈ પાસે કેપ્ટનશીપનો અનુભવ નથી, પરંતુ બંને મજબૂત બેટર્સ છે. ટીમમાં નીતિશ રાણા પણ અનુભવી ખેલાડી છે, પરંતુ હાલમાં તે વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો નથી, જયારે યશસ્વી અને જુરેલ ભારતની ટેસ્ટ ટીમનો ભાગ છે.

ઓક્શન લગાવી શકે છે મોટો દાવ:
જોકે, IPL 2026 પહેલ ઓક્શન પણ યોજાવાનું છે, ઓક્શન દરમિયાન કોઈ કેપ્ટનશીપની અનુભવ ધરાવતો ખેલાડી ઉપલબ્ધ થશે તો ટીમ તેના પર દાવ લાગવી શકે છે. જોકે, કોઈ દિગ્ગજ ભારતીય ક્રિકેટર ઓક્શન માટે ઉપલબ્ધ નહીં હોય અને IPLમાં કેપ્ટનશીપ માટે વિદેશી ખેલાડીઓને પ્રાધાન્ય આપવા આવતું નથી. રાજસ્થાન રોયલ્સનું ટીમ મેનેજમેન્ટ શું નિર્ણય લેશે એ જોવાનું રહેશે.
આ પણ વાંચો…રાજસ્થાન સૅમસન આપીને ચેન્નઈ પાસેથી લેશે જાડેજા અને કરૅન..



