IPL 2025

`શામ કો પાર્ટી ઔર ગર્લફ્રેન્ડ…’: યુવરાજ સિંહે કેવી રીતે અભિષેક શર્માને લાઇન પર લાવી દીધો!

શુભમન ગિલને પણ યુવીએ કોચિંગ દરમ્યાન ઠપકો આપીને સીધો દોર કરી દીધો હતો

ચંડીગઢઃ આઇપીએલ (IPL)માં રમી ચૂકેલા ભારતીય ખેલાડીઓમાં થોડા જ દિવસ પહેલાં 141 રનની સર્વોચ્ચ ઇનિંગ્સનો વિક્રમ પોતાના નામે લખાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા અને ગુજરાત ટાઇટન્સ (GT)ના કૅપ્ટન શુભમન ગિલને યુવરાજ સિંહ પંજાબ ક્રિકેટ અસોસિયેશનમાં તાલીમ (COACHING) આપી ચૂક્યો છે એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ યુવીના પિતા અને ભારતના ભૂતપૂર્વ પેસ બોલર યોગરાજ સિંહે (YOGRAJ SINGH) તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અભિષેક અને ગિલ વિશે જે અંદરની વાતો કરી એ જાણવા જેવી છે.

યુવી જ્યારે લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અભિષેક (ABHISHEK SHARMA)નો કોચ હતો ત્યારે યુવી એકવાર તેના પર કેવી રીતે ગુસ્સે થયો હતો એની વાત યોગરાજ સિંહે જણાવી છે.

આપણ વાંચો: કેએલ રાહુલ આઇપીએલનો એવો પ્રથમ બૅટ્સમૅન બન્યો જેણે…

યોગરાજ સિંહે મુલાકાતમાં જણાવ્યું છે કે મારા પુત્ર યુવીએ એક વાર અભિષેકને કહ્યું કે શામ કો પાર્ટી, ગર્લફ્રેન્ડ, ડેટિંગ...યહી હૈ ના? યુવીએ અભિષેકને કહી દીધું કે આ બધુ બંધ કરી દે, સમજ્યો?' યોગરાજ સિંહે વધુમાં કહ્યું છે કેપિતાનું અભિષેક માનતો નહોતો એટલે તેમણે પુત્ર યુવી (YUVRAJ SINGH)ને હવાલે કર્યો હતો. યુવીએ તેના પિતાને કહ્યું કે આને રૂમમાં બંધ કરો અને તાળું લગાવી દો…અને પછી તો તેના શૂઝ પણ કાઢી નખાવ્યા હતા.’

યોગરાજ સિંહે જણાવ્યું કે એક વાર યુવીએ અભિષેકને ફોન કરીને પૂછ્યું કે ક્યાં છે તું? જ્યાં પણ હોય, રાત્રે નવ વાગ્યે તારી રૂમમાં જતો રહે અને સૂઈ જા. તને સમજાય છે હું શું કહી રહ્યો છું? સૂઈ જા અને સવારે પાંચ વાગ્યે ઉઠી જજે.

આપણ વાંચો: આઇપીએલમાં મેચ ફિક્સિંગઃ લખનઉ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચ પર ગંભીર સવાલ?

' અભિષેકે ત્યારે યુવીથી ડરીને રાત્રે નવ વાગ્યે પોતાનો મોબાઇલ પિતાને આપી દીધો અને રૂમમાં જઈને સૂઈ ગયો. યોગરાજ સિંહે અભિષેકની વાત પર એવું પણ કહ્યું હતું કેપાંચ કરોડ રૂપિયાનો ચેક જ્યારે હાથમાં આવે ત્યારે ખેલાડીનું વર્તન બદલાઈ જાય છે.

નવી ગાડી આવી જાય છે અને ઘર પણ. લગ્ન માટેના માગા પણ આવવા લાગે છે અને ગર્લફ્રેન્ડ્સના ફોનની રિંગ પણ રણકવા લાગે છે. જોકે આવા સમયે ડંડા મારતો યોગરાજ સિંહ જેવો કડક સ્વભાવવાળો કોચ જોઈએ.’

યોગરાજ સિંહે ઇન્ટરવ્યૂમાં પુત્ર યુવીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે હું તો કહું છું કે યુવી જો મારી સાથે રહેતો હોત તો તે 200થી પણ વધુ ટેસ્ટ અને 1,000થી પણ વધુ વન-ડે રમ્યો હોત અને તેણે બીજા ઘણા વિક્રમો પોતાના નામે લખાવ્યા હોત.

' યોગરાજ સિંહે થોડા વર્ષો પહેલાં કોચિંગ દરમ્યાન શુભમન ગિલ સાથે જે બન્યું હતું એની વાત કરતા કહ્યું કેશુભમન ગિલ સાથે પણ એવું જ (અભિષેક જેવું જ) બન્યું. યુવરાજ તેનો કોચ હતો અને તેણે મને કહી દીધું કે ડૅડી, તમે વચ્ચે નહીં પડતાં…હું ગિલને ઠેકાણે લાવું છું. યુવીએ મને એવું પણ કહ્યું કે છોકરાઓને આપણે 24 કલાક ઠપકો ન આપવો જોઈએ. હું ત્યારે યુવીની વાત સાથે સહમત થયો હતો.’

આપણ વાંચો: અમદાવાદમાં આજે આઇપીએલની મેચ, ગરમીના પગલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉભી કરાઇ આ સુવિધા

અભિષેકની ગર્લફ્રેન્ડ (Girlfriend) વિશે થોડું જાણી લઈએ…

સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા થોડા સમયથી લૈલા ફૈઝલ નામની ઑન્ટ્રપ્રનર સાથે ડેટિંગ કરી રહ્યો હોવાનું મનાય છે. લૈલા મહિલા બૅ્રન્ડ એલઆરએફની સ્થાપક છે.

બન્ને જણ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાંને ફૉલો કરી રહ્યા હોવાથી તેમની વચ્ચેની રિલેશનશિપની વાત ઊડી છે. થોડા સમય પહેલાં અભિષેકનું નામ `મિસ રાજસ્થાન’ અવૉર્ડ માટેની રનર-અપ દિયા મહેતા સાથે નામ બોલાતું હતું. દિયાએ થોડા સમય પહેલાં અભિષેક સાથે પડાવેલો ફોટો વાઇરલ થયો હતો.

આપણ વાંચો: આઇપીએલને બર્થ-ડે ના જ દિવસે મેઘરાજા નડ્યા…

એમાં દિયા એક ઇવેન્ટમાં અભિષેકનો હાથ પકડીને ઊભેલી જોવા મળી હતી. જોકે થોડા મહિના પહેલાં અભિષેક સુરતની તાન્યા સિંહ સાથેની ફ્રેન્ડશિપ માટે ચર્ચામાં હતો. ફેબ્રુઆરી, 2024માં તાન્યાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી ત્યારે સુરત પોલીસે પૂછપરછ માટે અભિષેકને બોલાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button