
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર જાત-જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આઈપીએલ-2025નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું હતું. આ મેચ જોવા માટે મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશન પણ પોતાના દીકરા અંગદ સાથે ટીમને ચિયરઅપ કરવા પહોંચી હતી. દરમિયાન કંઈક એવું થયું કે સંજનાને ગુસ્સો આવી ગયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. આવો જોઈએ સંજનાને કઈ વાતે ગુસ્સો આવ્યો.-
જસપ્રીમ બુમરાહે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન પર ઉતરીને તરખરાટ મચાવી દીધો હતો. ચાર ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ લીધી હતી. એક વિકેટ દરમિયાન આખું સ્ટેડિયમ બુમરાહ માટે ચિયરઅપ કરી રહ્યું હતું અને એ જ સમયે કેમેરા બુમરાહની પત્ની સંજના ગણેશન પર ગયું તેનું રિએક્શન જોવા માટે. સંજના અને બુમરાહનો દીકરો અંગદ પણ ચિયરઅપ કરતો જોવા મળ્યો હતો. સંજના અને અંગદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતો.
બસ પછી તો પૂછવું શું, નેટિઝન્સે અંગદના એક્સપ્રેશન અંગે ચર્ચા કરવા લાગ્યા હતા અને તેમણે અંગદના એક્સપ્રેશન પર એવી વાતો લખી કે જે સંજનાને ખાસ કંઈ પસંદ આવી નહીં. સંજનાએ સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

સંજનાએ સ્ટોરી શેર કરતાં લખ્યું હતું કે અમારો દીકરો તમારા મનોરંજનના વિષય નથી. જસપ્રીત અને હું અંગદને સોશિયલ મીડિયા અને મીડિયાથી દૂર રાખીએ છીએ, કારણ કે ઈન્ટરનેટ એક ખૂબ જ ગંદી વસ્તુ છે. અમને એ વાતમાં કોઈ રસ નથી કે અમારા દીકરો ઈન્ટરનેટ પર વાઈરલ થાય કે હેડલાઈન્સ બને.
આ પણ વાંચો: વાનખેડે સ્ટેડિયમમાં હજારો લોકોની સામે જ Nita Ambani અને Hardik Pandyaએ કર્યું કંઈક એવું કે…
સંજનાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે તે દોઢ વર્ષનો છે. એક હાળકના સંદર્ભમાં ટ્રોમા કે ડિપ્રેશન જેવા શબ્દોનો ઉપયોગ કરવો એ વાતને દર્શાવે છે કે આપણી માનસિકતા કયા પ્રકારની છે. આ ખરેખર ખૂબ જ દુઃખદ છે. તમે અમારા દીકરા વિશે કંઈ નથી જાણતા, અમારા જીવન વિશે કંઈ નથી જાણતા. હું તમને વિનંતી કરું છું કે તો તમે પણ તમારો ઓનલાઈન ઓપિનિયન એ અનુસાર જ રાખો.