IPL 2025

ધોની 9માં ક્રમે બેટિંગમાં આવતા ભડક્યાં ક્રિકેટ દિગ્ગજો, કહ્યું- સીએસકેના મેનેજમેન્ટમાં હિંમત નથી કે…

નવી દિલ્હીઃ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025માં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ વચ્ચે મુકાબલો રમાયો હતો. મેચમાં આરસીબીનો 50 રનથી વિજય થયો હતો. આરસીબીએ સાત વિકેટે 196 રન બનાવ્યા બાદ સીએસકેની ટીમ ટૉપ-ઑર્ડરની નિષ્ફળતાને કારણે 20 ઓવરમાં આઠ વિકેટે 146 રન બનાવી શકી હતી અને પરાસ્ત થઈ હતી. આ મેચમાં સીએસકેનો સ્ટાર ધોની 9માં ક્રમે બેટિંગમાં આવ્યો હતો. જેને લઈ તેની ઘણી ટીકા થઈ રહી છે.

મનોજ તિવારએ કહ્યું, ધોની જેવો બેટ્સમેન 16 બોલમાં 30 રન બનાવીને નોટ આઉટ રહી શકે તો તેને બેટિંગ ઓર્ડરમાં ઉપર કેમ ન મોકલવામાં આવ્યો. શું તમે જીતવા માટે નથી રમતાં. તેના કોચિંગ સ્ટાફમાં ધોનીને બેટિંગ ઓર્ડરમાં ઉપરના ક્રમે રમવા જવા કહેવાની હિંમત નથી.

આ પણ વાંચો: ચેન્નઈને ચેતવણીઃ ધોની સામે તેનો જ શિષ્ય કોહલી આજે મચાવશે ધમાલ…

ઈરફાન પઠાણે કહ્યું, હું ક્યારેય ધોનીના 9માં ક્રમે બેટિંગ કરવાના પક્ષમાં નથી. ટીમ માટે આ યોગ્ય નથી. રોબિન ઉથપ્પાએ પણ ધોનીના બેટિંગ ક્રમને લઈ સવાલ ઉઠાવ્યો હતો. તેણે કહ્યું- આરસીબી માટે આ મહત્ત્વપૂર્ણ જીત છે પણ ધોની 9માં ક્રમે બેટિંગમાં આવે તો યોગ્ય નથી. તે થોડો વહેલા આવ્યો હોત તો સીએસકેના નેટ રનરેટમાં પણ થોડો સુધારો થયો હોત.

શેન વોટસને કહ્યું, ચેન્નઈના ફેંસ ધોનીની બેટિંગ જોવા આવે છે. તેણે 16 બોલમાં 30 રન બનાવ્યા હતા. પરંતુ બેટિંગ ઓર્ડરમાં ઉપર આવવું જોઈતું હતું. ધોનીએ થોડા વધારે બોલ રમવા જોઈતા હતા. છેલ્લા થોડા વર્ષોમાં તેણે હજુ પણ શાનદાર બેટિંગ કરી શકે છે તેમ સાબિત કર્યુ છે. જો તેણે થોડી ઉપરના ક્રમે બેટિંગ કરી હોત તો પોતાની સ્કીલથી સારું પ્રદર્શન કરી શક્યો હોત.

આ પણ વાંચો:પૂરન-માર્શની 116ની ભાગીદારીએ લખનઊને હૈદરાબાદ સામે જિતાડ્યું

સેહવાગે શું કહ્યું

સેહવાગે ધોનીના બેટિંગ ઓર્ડરની ટીકા કરતા જણાવ્યું, જલદી આવી ગયો ને. તે આવ્યો ત્યારે 16 ઓવર થઈ ચુકી હતી. સામાન્ય રીતે તે 19 કે 20મી ઓવરમાં આવે છે. આ વખતે તે જલદી આવી ગયો. તેની ટીમના બેટ્સમેનો જલદી આઉટ થઈ ગયા હોવાથી તે જલદી આવી ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button