વાનખેડેમાં વિરાટનું આક્રમક મૂડમાં સેલિબ્રેશન, ડગઆઉટમાં રોહિત-હાર્દિક ઉદાસ

મુંબઈઃ વાનખેડે (Wankhede) સ્ટેડિયમમાં સોમવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ દિલધડક મુકાબલામાં જેવો રોમાંચક વિજય મેળવ્યો કે તરત જ મૅચનો હાઇએસ્ટ રનકર્તા વિરાટ કોહલી (42 બૉલમાં 67 રન) અસલ આક્રમક મિજાજમાં આવી ગયો હતો અને અગ્રેસિવ સ્ટાઇલમાં તેણે જીત સેલિબ્રેટ કરી હતી જેના ફોટો અને વીડિયો વાઇરલ થયા છે. વિરાટે 67 રન બે સિક્સર અને આઠ ફોરની મદદથી કર્યા હતા.
વિરાટે બાળકની જેમ ફુગ્ગાથી જીત ઉજવી હતી.
એક તરફ વિરાટ મેદાન પર ડ્રેસિંગ-રૂમની દિશામાં આનંદના આવેશમાં વિજયની ઉજવણી કરી રહ્યો હતો ત્યાં બીજી તરફ એમઆઇના ડગઆઉટમાં રોહિત શર્મા અને ફરી એકવાર પોતાની ટીમને જિતાડવામાં નિષ્ફળ ગયેલો હાર્દિક પંડ્યા ઉદાસ સ્થિતિમાં બેઠા હતા. તેઓ અને એમઆઇના બીજા ખેલાડીઓ ડગઆઉટમાંથી વિરાટનું સેલિબ્રેશન જોઈ રહ્યા હતા.
2015 બાદ પહેલી જ વાર વાનખેડેમાં આરસીબીની ટીમ એમઆઇને હરાવવામાં સફળ થઈ હતી.
Pookie Virat Kohli playing with a balloon pic.twitter.com/8PhtxTKfUU
— Vinesh Prabhu (@vlp1994) April 7, 2025
વિરાટે કૅપ્ટન રજત પાટીદાર (32 બૉલમાં 64 રન) સાથે 48 રનની ભાગીદારી કરી હતી. વિરાટ ટી-20 ફૉર્મેટમાં સૌથી ઝડપે (સૌથી ઓછી ઇનિંગ્સમાં) 13,000 રન પૂરા કરનાર ક્રિસ ગેઇલ પછીનો બીજો ખેલાડી બન્યો હતો.
આપણ વાંચો: KKR vs LSG: અજિંક્ય રહાણેએ ટોસ જીતી આ નિર્ણય કર્યો, જાણો બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન
આરસીબીએ ઘણા વખતે એમઆઇને વાનખેડેમાં (એના જ ગઢમાં) હરાવ્યું એટલે વિરાટ એકદમ જોશમાં આવી ગયો હતો.
એમઆઇને જીતવા 222 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પણ એમઆઇની ટીમ નવ વિકેટે 209 રન બનાવી શકી હતી. 56 રન બનાવનાર તિલક વર્મા અને 42 રન બનાવનાર હાર્દિક પંડ્યાની જોડીએ એમઆઇને વિજયની આશા અપાવી હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં આરસીબીએ બાજી પલટાવી નાખી હતી.
આઠમા નંબરની એમઆઇની ટીમ પાંચમાંથી ચાર મૅચ હારી છે, જ્યારે આરસીબીની ટીમે ચારમાંથી એક જ મૅચમાં પરાજય જોયો છે અને પૉઇન્ટ્સ-ટેબલમાં ત્યારે આ ટીમ ત્રીજા નંબરે હતી.