IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સનો આ મેચ વિનર ખેલાડી સિઝનમાંથી બહાર

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) શાનદાર પ્રદર્શન કરી રહી છે. 10માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ્સ સાથે ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે. ટીમને લીગ રાઉન્ડમાં હજુ 4મેચ રમવાના છે. એ પહેલા ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે, ટીમનો 24 વર્ષીય લેફ્ટ હેન્ડ સ્પિનર વિગ્નેશ પુથુર(Vignesh Puthur) ઈજાને કારણે આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. મુંબઈ ઇન્ડિયન્સે વિગ્નેશ પુથુરના રિપ્લેસમેન્ટ ખેલાડીનું નામ પણ જાહેર કર્યું છે.
કેરલાના વિગ્નેશ પુથુરની આ પહેલી IPL સીઝન હતી. વિગ્નેશ પુથુરે આ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે થોડી જ મેચ રમી છે અને આ મેચોમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. વિગ્નેશે IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે કુલ 5 મેચ રમી હતી, જેમાં તેણે 6 વિકેટ લીધી હતી. પહેલી જ મેચમાં 3 વિકેટ લઈને તેણે IPL કારકિર્દીની યાદગાર શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટો ફેરફાર, આ સ્પિનર IPL 2025 માંથી બહાર…
આ ખેલાડીનો સામેલ કરવામાં આવ્યો
સિઝનની બાકીની મેચો માટે મુંબઈ ઇન્ડિયન્સે વિગ્નેશ પુથુરેની જગ્યાએ રઘુ શર્મા(Raghu Sharma)ને ટીમમાંથી સામેલ કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે વિગ્નેશ પુથુરના સ્થાને પંજાબના લેગ-સ્પિનર રઘુ શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રઘુ શર્મા સપોર્ટીંગ બોલર તરીકે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો, હવે તે મુખ્ય ટીમમાં જોડાયો છે. રઘુ શર્માએ પંજાબ અને પુડુચેરી માટે 11 ફર્સ્ટ-ક્લાસ, 9 લિસ્ટ A અને 3 T20 મેચ રમી છે.
રઘુ શર્માએ તેણે 11 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 19.59 ની એવરેજથી કુલ 57 વિકેટ લીધી છે, જેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 56 રનમાં 7 વિકેટ છે. જ્યારે રઘુ શર્માએ લિસ્ટ-A ક્રિકેટમાં 9 મેચોમાં 14 વિકેટ લીધી છે. રઘુએ અત્યાર સુધીમાં ત્રણ ટી20 મેચ ત્રણ વિકેટ લીધી છે.
રઘુ શર્માએ 2024-25 વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે સારો દેખાવ કર્યો હતો, જેમાં તેણે 9 મેચમાં 14 વિકેટ લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સે રઘુ શર્માને 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો.