IPL 2025

Video: એમએસ ધોનીએ MIના બોલરને બેટ માર્યું! જાણો CSK vs MI મેચમાં શું બન્યું હતું

ચેન્નઈ: ગઈ કાલે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ. આ મેચ આ સિઝનની ‘એલ ક્લાસિકો’ મેચ હતી, IPLની સૌથી સફળ બે ટીમો આમનેસામને હતી. ગઈ કાલની મેચમાં CSKએ MIને 4 વિકેટ હરાવ્યું. આ મેચ પત્યા બાદ એક મજેદાર ઘટના બની હતી, દિગ્ગજ ખેલાડી એમ એસ ધોનીએ MIના એક બોલરને બેટથી ફટકાર્યો હતો., જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

એમએસ ધોની (MS Dhoni) બેટિંગ કરવા આવ્યો ત્યારે મુંબઈ ઇન્ડિયન્સના બોલર દીપક ચહરે(Deepak Chahar) તેની સામે સ્લેજિંગ કર્યું હતું. જ્યારે એમએસ ધોની બેટિંગ કરવા માટે ક્રીઝ પર પહોંચ્યો, ત્યારે CSKની જીત લગભગ સુનિશ્ચિત થઇ ગઈ હતી, આ સમયે દીપક ચહરે ધોની સાથે સ્લેજિંગ કર્યું. જોકે દીપક મજાક મજાકમાં ધોની સામે સ્લેજિંગ કરી રહ્યો હતો. મેચ પત્યા બાદ ધોનીએ બેટથી દિપકને પાઠ ભણાવ્યો.

જ્યારે CSKની જીત સાથે મેચ પૂરી થઈ, ત્યારે એમએસ ધોનીએ દીપક ચહરના પછાળના ભાગે બેટનો હળવેથી ફટકો માર્યો. નોંધનીય છે કે બંને લાંબા સમય સુધી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યા, જોકે ગત ઓક્શનમાં દીપક ચહરને મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો. હવે બંને ખેલાડીઓ આમનેસામને રમતા જોવા મળે છે. બંને ખેલાડીઓની મસ્તીનો વિડીયો સોશિયલ મીડિયા પર ચાહકોને પસંદ પડી રહ્યો છે.

આ પણ વાંચો…ચેન્નઈ જીત્યું, મુંબઈની ફરી હાર સાથે શરૂઆત

ધોની અને ચહરનું બોન્ડીંગ:
એમએસ ધોની અને દીપક ચહર વચ્ચે ઘણા સમયથી સારું બોન્ડિંગ છે. અહેવાલ મુજબ દીપક ચહરે પોતાના જીવનના ઘણા નિર્ણયો એમએસ ધોનીની સલાહ બાદ લીધા છે. જ્યારે દીપકે તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું એ પહેલા પણ તેણે એમએસ ધોનીની સલાહ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button