14 વર્ષના સૂર્યવંશી પર પૈસાનો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયોઃ બિહારની સરકારે… | મુંબઈ સમાચાર
IPL 2025

14 વર્ષના સૂર્યવંશી પર પૈસાનો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયોઃ બિહારની સરકારે…

પટનાઃ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામના 14 વર્ષીય બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીની સોમવારની ઐતિહાસિક સેન્ચુરી બદલ રાજ્યના મુખ્ય પ્રધાન (CM) નીતીશ કુમારે (NITISH KUMAR)ખૂબ પ્રશંસા કરી છે અને તેના માટે 10 લાખ રૂપિયા (₹ 10 LAKH)નું ઇનામ જાહેર કર્યું છે.

સૂર્યવંશીએ સોમવારે જયપુરમાં ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં 38 બૉલમાં 11 સિક્સર અને 7 ફોરની મદદથી 101 રન કર્યા હતા. ટી-20 ક્રિકેટનો તે યંગેસ્ટ સેન્ચુરિયન બન્યો છે.

આપણ વાંચો: પ્રથમ બૉલમાં સિક્સર ફટકારવી એ મારા માટે સાવ સામાન્ય વાત છેઃ વૈભવ સૂર્યવંશી

આઇપીએલમાં તે સૌથી ઝડપે (35 બૉલમાં) સદી ફટકારનાર ભારતીય ખેલાડી પણ બન્યો છે અને એક જ આઇપીએલ (IPL)ની ઇનિંગ્સમાં 11 છગ્ગા ફટકારવાના મુરલી વિજયના વિક્રમની તેણે બરાબરી કરી છે. સૂર્યવંશીએ 101માંથી 94 રન બાઉન્ડરીઝ (છગ્ગા-ચોક્કા)માં બનાવ્યા હતા જે ટી-20માં નવો વિક્રમ છે.

બિહારના સીએમ નીતીશ કુમારે પીટીઆઇને કહ્યું હતું કે બિહારના વૈભવ સૂર્યવંશીને ખૂબ-ખૂબ અભિનંદન. તેણે તનતોડ મહેનત અને ટૅલન્ટથી ભારતીય ક્રિકેટમાં નવી આશા જન્માવી છે.

આપણ વાંચો: 4 વર્ષના વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગથી ‘ગોડ ઓફ ક્રિકેટ’ આફરીન, રોહિત-યુસુફ પઠાણે શું કહ્યું?

દરેકને તેના પર ગર્વ થઈ રહ્યો છે.' નીતીશ કુમારે એવું પણ કહ્યું હતું કે2024ની સાલમાં વૈભવ અને તેના પિતાને મળવાનો મને અવસર મળ્યો હતો. સોમવારે આઇપીએલમાં તેણે ધમાકેદાર અને મૅચ-વિનિંગ સેન્ચુરી ફટકારી ત્યાર પછી મેં તેને ફોર પર અભિનંદન આપ્યા હતા.

રાજ્ય સરકાર તરફથી તેને 10 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. આશા રાખું છું કે ભવિષ્યમાં તે ભારતીય ટીમ વતી નવા વિક્રમો રચશે અને દેશને ગૌરવ અપાવશે.’

બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ પીટીઆઇને કહ્યું હતું કે `દરેક બિહારીને વૈભવ સૂર્યવંશી પર ગર્વ થઈ રહ્યો છે. એનડીએ સરકાર દરેક સ્તરે ઍથ્લીટોની પડખે છે.’

Back to top button