પંત-પૂરન પાછળ 48 કરોડ રૂપિયા ખર્ચી નાખો તો પછી આવું જ થાયને!: ટૉમ મૂડી

લખનઊઃ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતના સુકાનમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના પરાજયને પગલે પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન, કોચ અને મેન્ટર ટૉમ મૂડી (TOM MOODY)એ કહ્યું છે કે એલએસજીના ફ્રૅન્ચાઇઝીએ રિષભ પંત (27 કરોડ રૂપિયા) અને નિકોલસ પૂરન (21 કરોડ રૂપિયા)ને ખરીદવામાં તોતિંગ ખર્ચ કરી નાખ્યો એટલે બોલર્સની અસરદાર ફોજ તૈયાર જ નહોતું કરી શક્યું.”
એલએસજીના માલિકોએ પંત-પૂરન (RISHABH PANT AND NICHOLAS POORAN)ને મેળવવા ઑક્શનમાં કુલ 48 કરોડ રૂપિયા વાપરી નાખ્યા હતા. મૂડીએ એક જાણીતી વેબસાઇટ પરના શૉમાં કહ્યું હતું કે પંત-પૂરનને ખરીદવામાં જ મોટા ભાગનું ફંડ વપરાઈ ગયું એટલે ઑક્શનમાં સારા બોલર્સને મેળવવા એલએસજીની ટીમ પાસે પૂરતું ભંડોળ નહોતું બચ્યું. આજના આ યુગમાં પૂરન, મિલર, મિચલ માર્શ, પંત જેવા બૅટ્સમેન અસરદાર કહેવાય, પણ સારા બોલર્સ પણ મેળવવા પડે. હરીફ ટીમ સામે પાવરપ્લેમાં સારા બોલર હોવા જરૂરી છે. મિડલ-ઓવર્સમાં પણ દમદાર બોલર્સ હોવા જરૂરી છે અને ડેથ ઓવર્સ માટે તો હોવા જ જોઈએ.’ ટૉમ મૂડીએ એવું પણ કહ્યું હતું કેરસાકસીભરી મૅચમાં ખાસ કરીને અત્યંત પ્રેશરવાળી મૅચમાં હરીફ ટીમના બૅટ્સમેનોને અંકુશમાં રાખી શકે અને વિકેટો લઈ શકે એવા બોલર્સ ટીમમાં જોઈએ જ. હું નથી માનતો, લખનઊની ટીમમાં આવું કંઈ પણ હતું.’
આ પણ વાંચો: કેકેઆરે આક્રોશ ઠાલવ્યો, ‘ નવો નિયમ વહેલો લાવ્યા હોત તો અમે પ્લે-ઑફમાં પહોંચ્યા હોત’
પેસ બોલરની વાત કરીએ તો મોહસિન ખાને આખી ટૂર્નામેન્ટ ગુમાવી, રીટેન કરવામાં આવેલા ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને વારંવાર ઈજા નડી અને આવેશ ખાન તેમ જ આકાશ દીપને પણ ફિટનેસની સમસ્યાઓ નડી હતી. મોહસિન ખાનને બદલે શાર્દુલ ઠાકુરને ટીમમાં સમાવવામાં આવ્યો હતો, પણ તે માત્ર શરૂઆતમાં સારો હતો. ત્યાર બાદ તેની અસર ઘટી ગઈ હતી.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અભિનવ મુકુંદનું ટૉમ મૂડી જેવું જ માનવું છે અને તે કહે છે કે મારી દૃષ્ટિએ એલએસજીના ફ્રૅન્ચાઇઝીએ ખેલાડીઓ પસંદ કરતી વખતે લાગણીશીલ અભિગમ બતાવ્યો હતો અને હૃદયમાં એવા ભાવ સાથે મયંક યાદવ અને રવિ બિશ્નોઈની પસંદગી કરી હતી.’ લખનઊની તમામ 12 મૅચ રમનાર સ્પિનર દિગ્વેશ રાઠીએ કુલ 14 વિકેટ લીધી હતી. જોકે તેણે હરીફ ટીમના બૅટ્સમૅનને આઉટ કર્યા પછી તેની વિકેટને પોતાની નોટમાં નોંધી લીધી એવાનોટબુક સેલિબે્રશન’ સાથે તેને પૅવિલિયનનો રસ્તો બતાવવાની હરકત ત્રણ વાર કરી એ બદલ તેને એક મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની 50 ટકા મૅચ ફી પણ કપાઈ ગઈ છે.