IPL 2025

14 વર્ષના વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગથી ‘ગોડ ઓફ ક્રિકેટ’ આફરીન, રોહિત-યુસુફ પઠાણે શું કહ્યું?

જયપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 47મી મેચ ગઈ કાલે સોમવારે રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઈટન્ટ(GT) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ રમાઈ હતી. આ હાઈ સ્કોરિંગ મેચમાં RRએ 8 વિકેટે શાનદાર જીત મેળવી. RRની જીતનો હીરો રહ્યો 14 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશી(Vaibhav Suryavanshi). વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારીને સૌને ચોંકાવી દીધા.

વૈભવ T20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. ક્રિકેટજગતમાં ચારે તરફ વૈભવની પ્રસંશા થઇ રહી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર પણ વૈભવની બેટિંગ જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા હતાં.

સચિને તેંદુલકર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને વૈભવના ભરપુર વખાણ કર્યા. 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે વૈભવને શ્રેષ્ઠ બોલરો સામે નિર્ભયતાથી બેટિંગ કરતા સચિન તેંડુલકર પણ તેના ફેન થઇ ગયા. સચિને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લખ્યું, “વૈભવે નિર્ભય અભિગમ, બેટિંગની ગતિ, પહેલેથી જ લેન્થને સમજી લેવાની ક્ષમતા અને બોલ સુધી એનર્જી ટ્રાન્સફર કરવાની ક્ષમતાથી શાનદાર ઇનિંગ્સની રમી.”

Instagram

રોહિત શર્માએ પણ વખાણ કર્યા:
ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સૂર્યવંશીની ઇનિંગની પ્રશંસા કરી. રોહિત શર્માએ કિશોર ઉંમરે વર્ષ 2007 માં T20 સદી નોંધાવનાર પ્રથમ બેટર બન્યો હતો

X

વૈભવે યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો:
વૈભવે IPL ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ક્રિસ ગેલે ફટકારી હતી, તેણે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી. વૈભવની સદી IPLમાં આ કોઈ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે, તેણે યુસુફ પઠાણનો 37 બોલમાં સદી ફટકારવાના રેકોર્ડ તોડ્યો હતો.

યુસુફ પઠાણે યુવા ખેલાડીને અભિનંદન પાઠવતા લખ્યું, “ભારતીય ખેલાડી દ્વારા સૌથી ઝડપી IPL સદીનો મારો રેકોર્ડ તોડવા બદલ યુવા ખેલાડી વૈભવ સુર્યવંશીને ખૂબ ખૂબ અભિનંદન! રાજસ્થાન રોયલ્સ માટે રમતા આ રેકોર્ડ બનાવોએ વધુ ખાસ છે, જેમ મેં કર્યું હતું. યુવાનો માટે આ ફ્રેન્ચાઇઝીમાં ખરેખર કંઈક જાદુઈ છે. હજુ ઘણું આગળ વધવાનું છે, ચેમ્પિયન!”.

વૈભવે દિગ્ગજ બોલર્સને ધોયા:
210 રન ચેઝ કરતી વખતે વૈભવ સુર્યવંશીએ GTના બોલર સામે શાનદાર ફટકાબાજી કરી. તેણે અનુભવી બોલર ઇશાંત શર્માની ઓવરમાં ત્રણ છગ્ગા, બે ચોગ્ગા અને કેટલાક એક્ષ્ટ્રા રનની મદદથી 28 રન બનાવ્યા. તેણે વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં બે છગ્ગા અને એક ચોગ્ગા ફટકારી ફિફ્ટી પૂરી કરી. વૈભવની તેણે વિશ્વના નંબર વન T20 બોલર રાશિદ ખાન સામે પણ નિર્ભયતાથી બેટિંગ કરી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

વૈભવને શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ ટીમ આ મેચ 8 વિકેટથી જીતવામાં સફળ રહી. વૈભવે 38 બોલમાં 101 રનની ઇનિંગ રમી જેમાં તેને 7 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકારીને કમાલ કરી દીધી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button