ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ટીમ ઇન્ડિયાની પહેલી મૅચ `ભારતીય ટીમ’ સામે!

મુંબઈઃ શુભમન ગિલના સુકાનમાં જાહેર કરવામાં આવેલી ભારતની ટેસ્ટ ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસમાં 20મી જૂને પટૌડી ટ્રોફીના બૅનર હેઠળ શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પહેલાં ભારતની જ ટીમ' સામે ચાર દિવસીય મૅચ રમશે. આવું ક્રિકેટજગતમાં જવલ્લે જ બન્યું હશે જેમાં કોઈ દેશની મુખ્ય ટીમ એ જ દેશની
બી ગ્રેડ’ની ટીમ સામે વિદેશમાં મૅચ રમી હોય.
વાત એવી છે કે ભારતની ટેસ્ટ ટીમ જૂનમાં ઇંગ્લૅન્ડ (England)માં પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમવા જશે જ્યાં પ્રથમ ટેસ્ટ 20મી જૂને રમાય એ પહેલાં 13મી જૂનથી શુભમન ગિલની ટીમ બેકનહૅમમાં ઇન્ડિયા એ' (India A) ટીમ સામે ચાર-દિવસીય મૅચ રમશે. ઇન્ડિયા
એ’ ટીમની થોડા જ દિવસ પહેલાં જાહેરાત કરવામાં આવી હતી. એ ટીમનું સુકાન અભિમન્યુ ઈશ્વરનને સોંપવામાં આવ્યું છે. યોગાનુયોગ, ગિલની કૅપ્ટન્સીમાં શનિવારે જાહેર કરવામાં આવેલી ગિલના સુકાન હેઠળની મુખ્ય ટેસ્ટ ટીમમાં પણ ઈશ્વરનને સામેલ કરવામાં આવ્યો છે. જોકે ટેસ્ટ પહેલાંની ચાર-દિવસીય મૅચમાં ઈશ્વરન જે ભારતીય ટીમ સામે રમશે એનું સુકાન ગિલના હાથમાં હશે.
જે ખેલાડીઓના નામ ટેસ્ટ ટીમમાં તેમ જ ઇન્ડિયા એ' ટીમમાં છે એમાં અભિમન્યુ ઈશ્વરન, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, કરુણ નાયર, નીતીશ કુમાર રેડ્ડી, આકાશ દીપ અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ છે. જોકે હેડ-કોચ ગૌતમ ગંભીરના કોચિંગમાં બન્ને ટીમમાં ખેલાડીઓ એવી રીતે વહેંચાશે કે મૅચમાં જોરદાર રસાકસી જોવા મળશે. ઇન્ડિયા
એ’ ટીમમાં ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સરફરાઝ ખાન, તનુષ કોટિયન, માનવ સુથાર, હર્ષ દુબે, ખલીલ અહમદ, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે અને મુકેશ કુમારનો પણ સમાવેશ છે.
આ પણ વાંચો: ભારતની નવી ટેસ્ટ ટીમમાં આટલા ઑલરાઉન્ડર, ફાસ્ટ બોલર અને સ્પિનર…