IPL 2025

મુંબઈની પ્રથમ મૅચમાં હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર કૅપ્ટન…

મુંબઈઃ બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં 23મી માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની પ્રથમ મૅચ ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સામે રમાશે અને એ મૅચમાં હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ એમઆઇની ટીમનું સુકાન સંભાળશે.

હાર્દિકે આજે મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ જાણકારી આપતા કહ્યું હતું કે સૂર્યા ભારતની ટી-20 ટીમનું નેતૃત્વ સંભાળતો જ હોય છે એટલે હું (આઇપીએલની પ્રથમ મૅચમાં) નહીં રમું એટલે સ્વાભાવિક રીતે કૅપ્ટન્સી માટે તે જ એકદમ યોગ્ય છે.

આ પણ વાંચો : IPL 2025: સિઝન દરમિયાન 13 દિવસ ઓપનીંગ સેરેમની યોજાશે; જાણો શું છે BCCIનો પ્લાન

2024ની આઇપીએલમાં મુંબઈની જે છેલ્લી મૅચ હતી એમાં એમઆઇના બોલર્સ પાસે નિર્ધારિત સમયમાં ઓવર્સ પૂરી ન કરાવી શકવા બદલ કૅપ્ટન હાર્દિકને (સ્લો ઓવર-રેટનો એ ત્રીજો ગુનો હોવાથી) એક મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષની આઇપીએલમાં ત્યારે એમઆઇ વધુ એક પણ મૅચ નહોતી રમી એટલે એ સસ્પેન્શન હવે આ વખતની ટૂર્નામેન્ટની પ્રથમ મૅચમાં લાગુ પડશે જેને લીધે એમાં હાર્દિક નહીં રમી શકે. હાર્દિક અમદાવાદમાં 29મી માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે રમાનારી બીજી મૅચથી એમઆઇનું સુકાન સંભાળશે. 2024ની આઇપીએલમાં એમઆઇની ટીમ 14માંથી ચાર મૅચ જીતી હતી અને છેલ્લા સ્થાને રહી હતી.

હાર્દિકે પત્રકારોને કહ્યું,ગયા વર્ષે અમે છેલ્લી મૅચમાં અંતિમ ઓવર દોઢેક મિનિટ મોડી શરૂ કરી હતી. 2024ની સીઝનમાં મારી સામેનો સ્લો ઓવર-રેટનો અફેન્સ પછીની સીઝન (2025માં) લાગુ થશે એની મને ખબર જ નહોતી. જોકે નિયમ એટલે નિયમ, એનું પાલન કરવું જ જોઈએ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button