આઈપીએલમાં હૈદરાબાદ Vs હૈદરાબાદઃ બીસીસીઆઈને સનરાઈઝર્સે HCA ની કરી ફરિયાદ, લગાવ્યા મોટા આરોપો…

ભારતમાં અત્યારે ક્રિકેટપ્રેમીઓમાં આઈપીએલનો દિવસે દિવસે ક્રેઝ વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન ((HCA)) સામે મોટી ફરિયાદ કરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે (SRH) એચસીએ પર ગંભીર આરોપ મૂક્યો છે. મળતી માહિતી મુજબ હૈદરાબાદની ટીમ પોતાનું મેદાન છોડીને અન્ય જગ્યાએ જવા માગે છે.
હવે સનરાઈઝર્સ હૈદરાબાદ અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન વચ્ચેનો વિવાદ હવે બીસીસીઆઈની કોર્ટમાં પહોંચ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે બીસીસીઆઈની મદદ કરવાની અપીલ કરી છે. આઈપીએલ 2016ની ચેમ્પિયન ટીમે બોર્ડે પત્ર લખ્યો છે. પત્રમાં હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જગન મોહન રાવ પર આરોપ મૂકતા જણાવ્યું છે કે તેમના હોમ ગ્રાઉન્ડ, રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ ટિકિટના બદલમાં બ્લેકમેઈલ કરી રહ્યા છે.
મીડિયાના અહેવાલ અનુસાર એસઆરએચના માલિક સન ગ્રુપે એચસીએના એપેક્સ કાઉન્સિલ મેમ્બર્સને આ કેસ લેખિત સ્વરુપે ફરિયાદ કરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે કહ્યું છે કે એચસીએના પ્રમુખ જગનરાવ ધમકી, બળજબરી અને બ્લેકમેઈલનો આશરો લઈ રહ્યા છે. આઈપીએલ શરુ થયા પૂર્વે રાવ અમારા સ્ટાફને ધમકાવ્યા પછી ડરના માર્યા ટીમે એક મેઈલ લખીને ફરિયાદ કરી છે.
ટિકિટ લઈને વિવાદ થયો છે. રાવે દરેક હોમગ્રાઉન્ડની મેચ માટે 3900 ટિકિટ્સ (કુલ ટિકિટના દસ ટકા) માગ્યા હતા. ટીમે વિવાદથી બચવા માટે આ ડિમાન્ડને માન્ય રાખી હતી, પરંતુ હવે રાવ એફ-12 એ સેક્શનની 20 ટિકિટને અન્ય બીજા બોક્સથી બદલવાની માગણી કરી હતી. જ્યારે એસઆરએચે મનાઈ કરી ત્યારે એચસીએના પ્રમુખે 27મી માર્ચના લખનઊ સુપર જાયન્ટસના માલિક સંજીવ ગોયન્કા માટે ફાળવેલા કોર્પોરેટ બોક્સ (એફથ્રી)ને તાળા માર્યા હતા.
એસઆરએચે પોતાના મેઈલમાં લખ્યું છે કે એચસીએના પ્રમુખ મેચ પૂર્વેના થોડા કલાક પહેલા એફથ્રી બોક્સને લોક કર્યું હતું, જ્યારે તેઓ જાણતા હતા કે એલએસજીના માલિક માટે હતું. આ ફક્ત બ્લેકમેઈલ કરવા અને 20 વધુ કોમ્પિલિમેન્ટરી ટિકિટ માટે દબાણ ઊભું કરવાની કોશિશ કરી હતી.
આ પણ વાંચો : Nita Ambani કે Kavya Maran કોણ છે IPLની સૌથી અમીર માલકિન?