IPL 2025

સ્ટોઇનિસ આઉટ થતાં જ ગર્લફ્રેન્ડ સારા અપશબ્દ બોલી?

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): શ્રેયસ ઐયરના સુકાનમાં પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમે આખી ટૂર્નામેન્ટમાં સારી બૅટિંગ કરી અને લીગ રાઉન્ડને અંતે નંબર-વન પર રહ્યું, પણ ગુરુવારે આ ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામેની મૅચમાં સાવ પાણીમાં બેસી ગઈ અને બૅટિંગ મળ્યા બાદ ફક્ત 101 રનના સ્કોર પર આઉટ થયા બાદ આઠ વિકેટે એનો પરાજય થયો એ પહેલાં પંજાબની ઇનિંગ્સમાં એક વિચિત્ર ઘટના બની ગઈ.

પંજાબનો ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ (STOINIS) ટીમમાં હાઇએસ્ટ 26 રન બનાવ્યા બાદ ક્લીન બોલ્ડ થયો ત્યારે તેની ગર્લફ્રેન્ડ સારા ઝાર્નુકે (SARAH CZARNUCH) સ્ટૅન્ડમાં બેસીને આક્રોશ ઠાલવ્યો હતો.

આપણ વાંચો: સ્ટોઇનિસે પંજાબનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો, દિલ્હીને 207નો લક્ષ્યાંક

આ ક્વૉલિફાયર-વન (QUALIFIER -1)માં સ્ટોઇનિસે ક્રીઝમાં ટકી રહીને થોડી વાર માટે પ્રીટિ ઝિન્ટાની સહ-માલિકીવાળી ટીમમાં ખુશીની લહેર ફેલાવી હતી, પણ 11મી ઓવરમાં 78 રનના કુલ સ્કોર પર તેણે સ્પિનર સુયશ શર્માના બૉલમાં વિકેટ ગુમાવી દીધી હતી.

ખરેખર તો પંજાબની ટીમને પડકારરૂપ સ્કોર અપાવવા માટે છેલ્લી આશા સ્ટોઇનિસ પર હતી. સુયશનો બૉલ ઑફ સ્ટમ્પની લાઇનમાં પડ્યો હતો, પણ સ્ટોઇનિસે પરફેક્ટ ટાઇમિંગ વગર ઉતાવળે બૉલને મિડવિકેટ પરથી બાઉન્ડરી લાઇન તરફ મોકલવાનું સાહસ કર્યું જેમાં તેના બૅટની ઇન્સાઇડ એજ લાગ્યા બાદ બૉલ સીધો સ્ટમ્પ્સમાં ગયો હતો.

એક સ્ટૅન્ડમાં પંજાબની ટીમનો ડ્રેસ પહેરીને બેઠેલી વિદેશી મહિલા ગુસ્સામાં અપશબ્દ બોલી હોય એવું વાઇરલ વીડિયો અને ફોટોગ્રાફ પરથી લાગતું હતું.

આપણ વાંચો: બેંગલૂરુ ચોથી વાર ફાઇનલમાંઃ વન-સાઇડેડ મુકાબલામાં પંજાબને પછાડ્યું

સુયશ શર્માએ સ્ટોઇનિસની વિકેટ લીધી એ પહેલાં એક જ ઓવરમાં શશાંક સિંહ અને નવોદિત મુશીર ખાનની વિકેટ લીધી હતી અને આ વખતે સ્ટોઇનિસ સુયશનો બૉલ પારખી ન શક્યો અને ક્રૉસ-બૅટેડ શૉટમાં વિકેટ ગુમાવી બેઠો હતો.

સ્ટોઇનિસની વિકેટ વખતે સ્ટૅન્ડમાંથી ગુસ્સો ઠાલવનાર વિદેશી મહિલા તેની ગર્લફ્રેન્ડ સારા ઝાર્નુક જ હતી એ વાતને પુષ્ટિ નહોતી મળી, પણ આ એ જ સ્ટૅન્ડ હતું જ્યાં ખેલાડીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ બેઠી હતી.

સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડ સારા ઑસ્ટ્રેલિયાની જાણીતી મૉડેલ છે. તેની પોતાની ડિઝાઇનર કંપની છે અને સામયિકોમાં કૉલમ પણ લખે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button