IPL 2025

સ્ટીફન ફ્લેમિંગ કહે છે, `ધોનીને ઘૂંટણમાં ગમે ત્યારે દુખાવો થઈ શકે એટલે તે…’

ગુવાહાટીઃ ચેન્નઈના ચેપૉકમાં ગયા અઠવાડિયે આઈપીએલ (IPL 2025)માં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામેની મૅચમાં પરાજિત ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો 50 રનથી પરાજય થયો ત્યાર બાદ સીએસકેના 43 વર્ષના મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ના નવમા નંબરના મોડા બૅટિંગક્રમ વિશે ચર્ચા શરૂ થઈ છે જે વિશે ટીમના હેડ-કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું છે કે ધોની કંઈ 10 ઓવર સુધી બૅટિંગ કરી શકે એવી હાલતમાં નથી, કારણકે તેનું ઘૂંટણ હજી પણ નાજુક સ્થિતિમાં છે.’ ધોની 2023માં સીએસકેને પાંચમું ટાઇટલ અપાવ્યા પછી આઇપીએલમાંથી પણ નિવૃત્ત થઈ જવાનો હતો, પરંતુ અસંખ્ય ચાહકોની લાગણીને માન આપીને તેણે રમવાનું ચાલુ રાખ્યું છે.

2023ની ફાઇનલના અઠવાડિયા પછી તેણે મુંબઈની હૉસ્પિટલમાં ઘૂંટણમાં સર્જરી કરાવી હતી. તે આ વખતે નીચલા ક્રમે બૅટિંગમાં આવે છે અને રન લેવા માટે પિચ પર ખૂબ ઝડપથી દોડતો જોવા મળે છે, પણ ફ્લેમિંગનું એવું કહેવું છે કે ઘૂંટણમાં ગમે ત્યારે દુખાવો થઈ શકે એવી સ્થિતિમાં તે લાંબા સમય સુધી પિચ પર દોડી શકે એવી હાલતમાં નથી. રવિવારે રાજસ્થાન સામે તેણે સાતમા ક્રમે બૅટિંગ કરી હતી, પરંતુ સીએસકેને જિતાડી નહોતો શક્યો. તે ક્રીઝ પર આવ્યો ત્યારે સીએસકેએ જીતવા પચીસ બૉલમાં 54 રન બનાવવાના હતા જે ખૂબ મુશ્કેલ હતું.

તેણે 11 બૉલમાં 16 રન બનાવ્યા હતા. રાજસ્થાને છ રનના માર્જિનથી આ વખતે પ્રથમ જીત હાંસલ કરી હતી. ફ્લેમિંગે રવિવારે મૅચ પછી પત્રકારોને કહ્યું,ધોની પોતાને શરીર કેટલો સાથ આપે છે એ બરાબર પારખીને રમે છે. તેનું ઘૂંટણ અગાઉ હતું એટલું મજબૂત તો ન જ હોય. તે અગાઉ સામાન્ય સ્થિતિમાં દોડી શકતો હતો એ રીતે તો હવે 10 ઓવર ન જ રમી શકે. તે સ્થિતિને ચકાસીને રમવાનું પસંદ કરે છે. રાજસ્થાન સામેની મૅચમાં તેને થોડી સંતુલન લાગ્યું એટલે તે સાતમા ક્રમે બૅટિંગ કરવા આવ્યો અને અન્ય ખેલાડીને (ટીમના અન્ય બૅટ્સમેનને) સપોર્ટ કરતો હતો. ખરેખર તો તેણે અગાઉ પણ 10 ઓવર બૅટિંગ કરી જ નથી. 13મી કે 14મી ઓવરમાં ક્રીઝ પર આવતો હતો.’

આપણ વાંચો: પુજારાને સ્ટીફન ફ્લેમિંગના કયા નિવેદનથી ખૂબ નવાઈ લાગી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button