આ કારણે શ્રૃતિ હાસનની આંખમાં ભરબજારે આવી ગયા આસું

કમલ હાસનની દીકરી શ્રૃતિ હાસન સારી અભિનેત્રી સાથે સારી ગાયિકા પણ છે. Shrutiનો એક વીડિયો હાલમાં ભારે વાયરલ થયો છે જેમાં તે રડી રહી છે અને પોતાના આસું પોતે જ લૂછી રહી છે.
આ વીડિયો ગઈકાલ રાતનો છે અને તે જે ભરબજારે બેઠી છે તે બજાર નહીં પણ સ્ટેડિયમ છે. ચેન્નઈના સ્ટેડિયમમાં હજારો લોકોની હાજરીમાં શ્રૃતિ રડતી અને પોતાના આસું લૂછતી દેખાય છે. વાસ્તવમાં શ્રૃતિ મહેન્દ્રસિંહ ધોનીની ટીમ માટે રડી રહી હતી. ગઈકાલે સીએસકે ખરાબ રીતે હારી ગયું. આને લીધે ટીમના ફેન્સના દિલ તૂટી ગયા અને નિરાશ થઈ ગયા. આ મેચને લીધે સીએસકે આઈપીએલથી બહાર થઈ ગયું છે. પોતાની ટીમ કપ જીતશે તેવા સપનાં સેવતા કેટલાય ક્રિકેટપ્રેમીઓના દિલ તૂટ્યા છે.
શ્રૃતિ સ્ટેડિયમમાં આવીને મેચ જોતી હતી, પરંતુ ટીમ હારી જતા તે પોતાના ઈમોશન્સને રોકી ન શકી અને તેની આંખમાંથી આસું નીકળી પડ્યા. વીડિયોમાં શ્રૃતિ પોતાના આસું લૂછતી પણ દેખાય છે.