IPL 2025

શિખર ધવન નવી ગર્લફ્રેન્ડથી રોમાંચિત, પણ પુત્રના વિરહને લીધે ગમગીન

જાણો, ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન આ બંને વિશે શું કહે છે…

નવી દિલ્હીઃ ભારતના શ્રેષ્ઠ ઓપનિંગ બૅટ્સમેનોમાં ગણાતો અને આઇપીએલમાં સૌથી વધુ રન કરનારાઓમાં 6000-પ્લસ રન સાથે બીજું સ્થાન ધરાવનાર શિખર ધવન (Shikhar Dhawan) નવી ગર્લફ્રેન્ડ જીવનમાં આવવા બદલ હાલમાં ખૂબ રોમાંચિત છે અને આઇપીએલની મૅચોમાં તેની સાથે સ્ટૅન્ડમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. જોકે ભૂતપૂર્વ પત્ની આયેશા મુખરજીથી થયેલા પુત્ર ઝોરાવરના વિરહ બદલ તે (શિખર) ઘણા મહિનાઓથી ગમગીન પણ રહે છે.

ભારત વતી 2010થી 2022 સુધીમાં અનેક ઉતાર-ચઢાવ વચ્ચે 270 જેટલી આંતરરાષ્ટ્રીય મૅચ તેમ જ આઇપીએલમાં 222 મૅચ રમનાર શિખરની ગર્લફ્રેન્ડ સૉફી સાઇન (Girlfriend Sophi Shine) આયરલૅન્ડની છે. સૉફી પ્રૉડક્ટ ક્નસલ્ટન્ટ છે.

આપણ વાંચો: દુબઈમાં શિખર ધવન ફરી એકવાર આ છોકરી સાથે જોવા મળ્યો…

યરલૅન્ડમાં જ માર્કેટિંગ ઍન્ડ મૅનેજમેન્ટમાં ગૅ્રજ્યૂએટ થયેલી સૉફી હાલમાં કંપનીના કામકાજ બદલ અબુ ધાબીમાં રહે છે. જોકે છેલ્લા થોડા દિવસ દરમ્યાન તે આઇપીએલ (IPL)ની મૅચ વખતે સ્ટેડિયમમાં શિખર સાથે જોવા મળી છે.

શિખરે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે (આયેશા સાથેના ડિવૉર્સ બાદ) જીવનમાં હવે આગળ વધવા માગે છે. શિખરે એક ઇવેન્ટમાં પત્રકાર સાથેની વાતચીતમાં નવી લૅડી લવ (સૉફી)નું નામ નહોતું લીધું, પણ પત્રકારે જ્યારે તેને પૂછ્યું કે તમારી નવી લૅડી લવ કોણ છે, કહેશો?' એના જવાબમાં શિખરે પત્રકારને ક્રિકેટની ભાષામાં કહ્યું,ક્રિકેટના મેદાન પર બાઉન્સરને કેવી રીતે ટાળવા એ મને સારી રીતે આવડતું હતું.

મને ખબર જ હતી કે તમે એકાદ બાઉન્સર તો ફેંકશો જ. જોકે હું એમાં ખરાબ શૉટ મારીને કૅચઆઉટ નહીં થાઉં. હું કોઈ નામ નહીં લઉં, પરંતુ એટલું જરૂર કહીશ કે આ સ્થળે જો કોઈ સ્ત્રી સૌથી સુંદર છે તો એ છે મારી ગર્લફ્રેન્ડ.’

આપણ વાંચો: નેપાળમાં શિખર ધવનની આતશબાજી એળે ગઈ, હરીફ ટીમ છેલ્લી ઓવરમાં જીતી

શિખર અને સૉફી થોડા વર્ષો પહેલાં દુબઈમાં એકમેકને પહેલી વાર મળ્યા હતા. તેમની એ ફ્રેન્ડશિપ રિલેશનશિપમાં ફેરવાઈ હતી અને થોડા મહિનાઓથી શિખર તેની સાથે ડેટિંગ (Dating) કરે છે.

શિખરની ભૂતપૂર્વ પત્ની આયેશા મુખર્જી (Ayesha Mukharji) કિકબૉક્સર હતી અને શિખરે તેને આગલા પતિથી થયેલી બન્ને પુત્રીને સ્વીકારી હતી. જોકે શિખરે પોતાની માનસિક સતામણી થઈ હોવાનો આક્ષેપ અદાલતમાં છૂટાછેડા (Divorce) લેતી વખતે કર્યો હતો. 2021માં શિખર-આયેશાએ છૂટાછેડા લીધા હતા. આયેશા હવે ઑસ્ટ્રેલિયામાં રહે છે.

પુત્ર ઝોરાવર (Zoravar)ની કસ્ટડી માટેની કાનૂની લડાઈમાં શિખર હારી ગયો હતો અને ઝોરાવર ઑસ્ટ્રેલિયામાં તેની મમ્મી સાથે રહે છે. શિખરે એએનઆઇને મુલાકાતમાં કહ્યું છે કે `હું મારા પુત્ર ઝોરાવરને મળ્યો એને બે વર્ષ થઈ ગયા.

એક વર્ષથી તો હું ફોન પર પણ તેની વાત નથી કરી શક્યો. હું ઇચ્છું છું કે તે આનંદમાં અને સ્વસ્થ રહે. તેણે (ભૂતપૂર્વ પત્ની આયેશાએ) મારો ફોન નંબર બ્લૉક કરી દીધો છે. એમ છતાં હું દર ત્રણ-ચાર દિવસે ઝોરાવરને મૅસેજ કરું છું. ભલે મારા મૅસેજીસ તેને ન વાંચવા મળે, પણ હું પિતા તરીકે તેના સંપર્કમાં રહેવાની કોશિશ કરતો રહીશ, મારી ફરજ બજાવતો રહીશ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button