RR vs RCB: રજત પાટીદારે ટોસ જીતીને કર્યો આ નિર્ણય, RRની ટીમમાં એક મોટો ફેરફાર

જયપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 28મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) વચ્ચે આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. RCB ના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. રાજસ્થાન રોયલ્સ ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરશે.
મેચમાં RCB કોઈપણ ફેરફાર વિના મેદાનમાં ઉતરશે, જ્યારે RRએ એક ફેરફાર કર્યો છે. વાનિંદુ હસરંગા ટીમમાં પરત ફર્યો છે, તે ફઝલહક ફારૂકીની જગ્યાએ રમશે.
આ પણ વાંચો: RR vs RCB: એ બે બોલ જેણે RCBના લલાટે હાર લખી નાખી…
RCB પ્લેઈંગ ઈલેવન
ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, યશ દયાલ.
RR પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
RCB પ્લેઈંગ ઈલેવન
IPLના ઇતિહાસમાં RR અને RCB વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે, જેમાં RCB 15 વખત અને RR 14 વખત જીતી છે. તેની 3 મેચનું કોઈ પરિણામ આવી શક્યું ન હતું.
બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ IPL 2024 ના એલિમિનેટર મેચમાં હતો, જેમાં RRએ RCBને 4 વિકેટથી હરાવ્યું હતું. બંને વચ્ચેની છેલ્લી 5 મેચની વાત કરીએ તો, RR 3 વખત અને RCB બે મેચ જીત્યું છે. જ્યારે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી 9 મેચોમાં RRએ 5 વખત RCBને હરાવ્યું છે.