IPL 2025

રાજસ્થાનની બૅટિંગ મળ્યા પછી નિરાશાજનક શરૂઆત, યશસ્વી ત્રીજી વાર પણ ફ્લૉપ

ગુવાહાટીઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ આજે અહીં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરીને રાજસ્થાન રૉયલ્સ (RR)ને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઓપનર યશસ્વી જયસ્વાલ (ચાર રન, ત્રણ બૉલ, એક ફોર) સતત ત્રીજી મૅચમાં સારું રમવામાં નિષ્ફળ ગયો હતો.

પેસ બોલર ખલીલ અહમદના બૉલમાં મિડ-ઑફમાં આર. અશ્વિને યશસ્વી (Yashasvi Jaiswal)નો કૅચ ઝીલ્યો હતો અને તેને આક્રમક મિજાજમાં સેન્ડ-ઑફ આપી હતી.

યશસ્વીએ 23મી માર્ચે હૈદરાબાદ સામે ફક્ત એક રન બનાવ્યો હતો અને 26મી માર્ચે કોલકાતા સામે 29 રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાન એ બન્ને મૅચ હારી ગયું હતું.

આપણ વાંચો: ચેન્નઈ સુપર કિંગ્સ પછી પંજાબ કિંગ્સનો વારો, શિખર ધવનની કેપ્ટનશિપ છીનવાશે?

રાજસ્થાને આજે યશસ્વીની વિકેટ ગુમાવી ત્યારે સ્કોર ફક્ત ચાર રન હતો અને આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે રાજસ્થાનના એક વિકેટે 44 રન હતા. સંજુ સૅમસન 12 રને અને નીતીશ રાણા 27 રને રમી રહ્યો હતો.

ચેન્નઈએ આ મૅચ માટે પ્લેઇંગ-ઇલેવનમાં બે ફેરફાર કર્યા હતા. સૅમ કરૅનના સ્થાને જૅમી ઓવર્ટનને અને દીપક હૂડાના સ્થાને વિજય શંકરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

પહેલી બન્ને મૅચ હારી જનાર રાજસ્થાને એ જ ઇલેવન જાળવી રાખી હતી.

આપણ વાંચો: આરસીબીએ સીએસકેને એના જ ગઢ ચેન્નઈમાં 50 રનથી હરાવ્યું…

બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન

ચેન્નઈઃ રચિન રવીન્દ્ર, રાહુલ ત્રિપાટી, ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), વિજય શંકર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), આર. અશ્વિન, જૅમી ઓવર્ટન, નૂર અહમદ, મથીશા પથિરાના.

રાજસ્થાનઃ યશસ્વી જયસ્વાલ, સંજુ સૅમસન, રિયાન પરાગ (કૅપ્ટન), નીતીશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરૉન હેટમાયર, વનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, માહીશ થીકશાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button