IPL 2025

રોહિત શર્માએ આ ખેલાડીને કહી દીધું, `ક્યા રે એ હીરો, ઘર કા ટીમ હૈ ક્યા?’

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે જે મૅચ છે એ માટે શુક્રવારે વાનખેડે (WANKHEDE)ના મેદાન પર આયોજિત પ્રૅક્ટિસ સેશન દરમ્યાન એમઆઇનો ઓપનર રોહિત શર્મા મજાકના મૂડમાં હતો. તેણે એમઆઇના સાથી ખેલાડીઓ તો ઠીક, લખનઊની હરીફ ટીમના પ્લેયર્સને પણ નહોતા છોડ્યા. ખાસ કરીને તેણે મૂળ મુંબઈની જ રણજી ટીમમાં પોતાની સાથે રમતા શાર્દુલ ઠાકુર (SHARDUL THAKUR)ને મજાકમાં સાણસામાં લીધો હતો.

એમઆઇની ટીમ પહેલી પાંચમાંથી ચાર મૅચ હારી ગઈ હતી, પરંતુ છેલ્લી ચારેય મૅચ જીતીને ચોથા નંબર પર આવી ગઈ. એમઆઇ માટે અચ્છે દિન’ આવી ગયા એટલે શુક્રવારે રોહિત (ROHIT SHARMA) ખુશમિજાજમાં હતો. પ્લે-ઑફમાં પહોંચવા ઝઝૂમી રહેલી એમઆઇ અને એલએસજીની ટીમની શુક્રવારે એક જ સમયે મેદાન પર અલગ-અલગ પિચ પર નેટ-પ્રૅક્ટિસ હતી. રોહિત એ દિવસે બપોરે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને લખનઊની ટીમના મેન્ટર ઝહીર ખાન તથા અન્ય ખેલાડીઓ સાથે બેઠો હતો ત્યારે લખનઊની ટીમનો મુખ્ય પેસ બોલર શાર્દુલ ઠાકુર મેદાન પર ઊતરીને નજીક આવ્યો ત્યારે રોહિતે તેને કહ્યું,ક્યા રે એ હીરો, અભી આ રહા હૈ…ઘર કા ટીમ હૈ ક્યા?’

https://twitter.com/mipaltan/status/1915756530244223301

શાર્દુલને સંજીવ ગોયેન્કાની લખનઊની ટીમના ફ્રૅન્ચાઇઝીએ ઈજાગ્રસ્ત પેસ બોલર મોહસિન ખાનના સ્થાને બે કરોડ રૂપિયામાં મેળવ્યો છે.

રોહિતની આ રમૂજી ટિપ્પણી સાંભળીને ઝહીર ખાન સહિત આસપાસના બધા ખેલાડીઓ હસી પડ્યા હતા અને શાર્દુલે મોડા આવવા બદલ ખૂબ વિનમ્રતાથી ઝહીરને `સૉરી’ કહ્યું હતું અને રોહિત પાસે ઊભા રહીને તેની સાથે મજાક-મસ્તી કરવા લાગ્યો હતો.

રોહિતે છેલ્લી બે મૅચમાં ઇમ્પૅક્ટ પ્લેયરની ભૂમિકામાં 70 રન અને અણનમ 76 રન કરીને મુંબઈની ટીમને સારી સ્થિતિમાં લાવી દીધી છે. બીજી તરફ, શાર્દુલ હાલમાં લખનઊનો મુખ્ય બોલર છે. તેણે લખનઊ વતી નવ મૅચમાં 12 વિકેટ લીધી છે. થોડા દિવસ પહેલાં લખનઊમાં એલએસજી સામેની મુંબઈની મૅચમાં રોહિત ઈજાને કારણે નહોતો રમ્યો. શાર્દુલે એ મૅચમાં 40 રનમાં એક વિકેટ લીધી હતી. એલએસજીએ એ મૅચ જીતી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button