IPL 2025

હૈદરાબાદ સામે લખનઊનો કૅપ્ટન પંત ટૉસ જીત્યો, ફીલ્ડિંગ પસંદ કરી

હૈદરાબાદઃ આઇપીએલમાં આજે સાતમી મૅચ છે જેમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના કૅપ્ટન રિષભ પંતે (Rishabh Pant) ટૉસ (Toss) જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને એ સાથે આતશબાજી માટે જગમશહૂર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના બૅટર્સને હોમ-ગ્રાઉન્ડ પર બૅટિંગના ધમાકાથી મૅચની શરૂઆત કરવાનો વધુ એક મોકો મળ્યો હતો.

રવિવાર, 23મી માર્ચે આ જ મેદાન પર રાજસ્થાન રૉયલ્સ સામે હૈદરાબાદને પહેલાં બૅટિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું જેમાં પૅટ કમિન્સના નેતૃત્વમાં હૈદરાબાદની ટીમે છ વિકેટે 286 રન કર્યા હતા અને ફક્ત એક રન માટે આઇપીએલના ઇતિહાસના સૌથી મોટા 287 રનના પોતાના જ ટીમ-સ્કોરનો રેકૉર્ડની બરાબરી કરવાનું એ ટીમ ચૂકી ગઈ હતી.

લખનઊની ટીમે ફેરફાર કર્યો છે. ફરી ફિટ થઈ ગયેલા પેસ બોલર આવેશ ખાનને સ્પિનર શાહબાઝ અહમદના સ્થાને રમવાનો મોકો અપાયો છે. હૈદારબાદની ટીમમાં કોઈ જ ફેરફાર નથી કરવામાં આવ્યો. 23મીએ હૈદરાબાદે 286/6ના સ્કોર બાદ રાજસ્થાન (242/6) સામેની મૅચ 44 રનથી જીતી લીધી હતી.

આપણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : 8 વર્ષની આઇપીએલમાં 13 વર્ષનો વૈભવ ને 43 વર્ષનો ધોની મચાવશે ધમ્માલ…

આજની બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન

હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), અભિષેક શર્મા, ટ્રૅવિસ હેડ, ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, હિન્રિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, સિમરજીત સિંહ, હર્ષલ પટેલ અને મોહમ્મદ શમી.

લખનઊઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), એઇડન માર્કરમ, અબ્દુલ સામદ, નિકોલસ પૂરન, ડેવિડ મિલર, આયુષ બદોની, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી અને પ્રિન્સ યાદવ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button