રિષભ પંતને લખનઊના ફ્રૅન્ચાઇઝીએ કાઢી મૂક્યો? અફવા પર ભડકેલા કૅપ્ટને શું કહ્યું જાણી લો…

અમદાવાદઃ એક તરફ અહીં નંબર-વન ટીમ ગુજરાત ટાઇટન્સ (GT) સામે સાતમા નંબરની લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની મૅચના આરંભની શરૂઆત થઈ રહી હતી ત્યાં બીજી બાજુ એલએસજીના સુકાની રિષભ પંતની આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ હકાલપટ્ટી (THROWN OUT) કરી હોવાની જોરદાર અફવા વાઇરલ થઈ હતી જેનો સોશિયલ મીડિયામાં ખુદ પંતે જવાબ (REACTION) આપવો પડ્યો હતો.
પંતને સંજીવ ગોયેન્કાના એલએસજીના ફ્રૅન્ચાઇઝીએ 27 કરોડ રૂપિયામાં ખરીદીને ઑક્શનમાં નવો ઇતિહાસ રચ્યો હતો. પંત આ વખતે પહેલી 12 મૅચમાં ફક્ત 135 રન કરી શક્યો અને તેના સુકાનમાં લખનઊની ટીમ પ્લે-ઑફમાં ન પહોંચી શકી એટલે તેની ખૂબ ટીકા થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં જોરદાર અટકળ (RUMOR) થઈ રહી છે કે રિષભ પંતને એલએસજીએ કાઢી મૂક્યો છે. તેના અસંખ્ય ચાહકોને આ અફવા ગમી તો નહીં જ હોય અને એવામાં ખુદ પંતે પ્રતિક્રિયા આપવી પડી છે.
પંતે મીડિયામાં આ અટકળને ફેક ન્યૂઝ તરીકે ઓળખાવ્યા છે. તેણે એક્સ પર લખ્યું, ` હું સમજું છું કે બનાવટી સમાચાર જ ચર્ચાનો વિષય બનતા હોય છે. વિશ્વસનીય સમાચારો ફેક ન્યૂઝ કરતાં વધુ મદદરૂપ બનતા હોય છે. ધન્યવાદ…તમારો દિવસ શુભ રહે એવી આશા રાખું છું. સોશિયલ મીડિયા પર આપણે જવાબદારીપૂર્વક શૅર કરીવું જોઈએ.’