IPL 2025

RCB VS PBKS: વિરાટ કોહલીએ ઈતિહાસ રચીને પંજાબને ઘરઆંગણે હરાવ્યું

ચંદીગઢઃ આજે આઈપીએલની પંજાબ અને બેંગલુરુ વચ્ચેની 37મી મેચમાં ટોસ જીતીને બેંગલુરુએ બોલિંગ લેવાનો નિર્ણય કામિયાબ રહ્યો. આ વખતની આઈપીએલમાં અચાનક શાનદાર પ્રદર્શન કરનારી પંજાબની ટીમે પહેલી ઈનિંગમાં 20 ઓવરમાં છ વિકેટે પંજાબે 157 રન બનાવ્યા હતા.

158 રનનો સ્કોર અચીવ કરવા આવેલી બેંગલુરુની ટીમ શરુઆતથી આક્રમકતા જોવા મળી હતી, પરિણામે પંજાબ સામે બેંગલુરુએ સાત વિકેટથી ઝળહળતો વિજય મેળવ્યો હતો. આજની મેચના વિજયમાં વિરાટ કોહલીએ નવો ઈતિહાસ રચ્યો છે.

પહેલી ઓવરના પહેલા બોલમાં ચોગ્ગો ફટકાર્યો હતો, પરંતુ એ જ ઓવરમાં ફિલ સોલ્ટની વિકેટ પડતા ટીમ પર દબાણ આવ્યું હતું. પંજાબ વતીથી ઓપનિંગમાં આવેલા વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે રમતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આપણ વાંચો: બોલો, અક્ષર પટેલને 12 લાખ અને સંજુ સેમસનને 24 લાખનો દંડ કેમ, જાણો આઈપીએલનું ગણિત?

બીજી વિકેટ ઝડપવામાં પંજાબને ખાસ્સી મહેનત કરવી પડી હતી, જેમાં અર્શદીપ સિંહ, હરપ્રીત બરાર, માર્કે જેન્સન, યુઝવેન્દ્ર ચહલની પણ અજમાઈશ કરી હતી. હરપ્રીત બરાર અને યુઝવેન્દ્ર ચહલના પહેલી ઓવર ખર્ચાળ પુરવાર થઈ હતી, જેમાં બંનેએ 11 રન આપ્યા હતા.

બીજી વિકેટની ભાગીદારી રુપે દેવદત્ત પડિક્કલની વિકેટ હરપ્રીત બરારે લીધી હતી. પડિક્કલે 35 બોલમાં 61 રન (ચાર સિક્સર અને પાંચ ચોગ્ગા) કર્યા હતા. 109 રનના સ્કોરે બેંગલુરુએ બીજી વિકેટ ગુમાવી હતી.

બીજી બાજુ વિરાટ કોહલીએ 43 બોલમાં પચાસ રન કર્યા હતા. વિરાટે ધીમી શરુઆત કરીને પણ આરસીબીની જીત અપાવવામાં મહત્ત્વનું યોગદાન હતું. આરસીબીએ ધીમે ધીમે જીત તરફ આગેકૂચ કરતા ત્રણ વિકેટે 17 ઓવરમાં 145 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ અડધી સદી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરનો વિક્રમ તોડ્યો છે.

આપણ વાંચો: દસ કા દમ: મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની એવી પહેલી ટીમ બની જેણે 10 વાર…

વિરાટ કોહલીએ 67મી પચાસ રન બનાવ્યા છે, જેમાં આ અગાઉ ડેવિડ વોર્નરે 66 વખત પચાસ રન બનાવ્યા છે, જ્યારે આજે કોહલીએ તેનો રેકોર્ડ તોડીને 67મી વખત પચાસ રનથી વધુ બનાવ્યા છે. ડેવિડ વોર્નર સિવાય શિખર ધવન 53, રોહિત શર્મા 45, કેએલ રાહુલ 43 વખત પચાસ રન બનાવ્યા છે.

સાત બોલ બાકી હતા ત્યારે બેંગલુરુએ સાત વિકેટથી વિજય મેળવ્યો હતો, જેમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સાથે વિરાટે 54 બોલમાં 73 રન તથા જિતેશ શર્માએ આઠ બોલમાં 11 રને નોટ આઉટ રહીને ટીમને જીત અપાવી હતી.

આજની મેચમાં પંજાબ વતીથી અર્શદીપ સિંહ (એક વિકેટ), યુઝવેન્દ્ર ચહલ (એક) અને હરપ્રીત બરારએ એક વિકેટ ઝડપી હતી. બેંગલુરુએ 18.5 ઓવરમાં ત્રણ વિકેટે 159 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ અગાઉ પંજાબે બેંગલુરુને હરાવ્યું હતું, પરંતુ આજે પંજાબમાં બેંગલુરુને હરાવીને બદલો લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button