IPL 2025

LSG ને હરાવીને RCB એ ક્વોલિફાયર-1 માં સ્થાન મેળવ્યું; RCBનો સૌથી મોટો રન ચેઝ

લખનઉ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 70મી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) અને લખન સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં RCBએ LSGને 6 વિકેટથી હરાવ્યું, આ જીત સાથે RCBએ ક્વોલિફાયર-1 માં સ્થાન મેળવી લીધું છે.

RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. LSGએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતાં. રિષભ પંતે શાનદાર સદી ફટકારી હતી, જો કે RCBના જીતેશ શર્માએ પંત ની ઇનિંગ પર પાણી ફેરવી દીધું હતું. RCBએ 4 વિકેટ ગુમાવીને 230 રન બનાવી મેચ જીતી લીધી.

IPL ના ઇતિહાસમાં RCB માટે આ સૌથી મોટો રન ચેઝ છે. લખનઉના મેદાન પર IPLમાં નોંધાયેલો સૌથી મોટો સૌથી સફળ રન ચેઝ છે.

LSGની ઇનિંગ :

LSG માટે ઋષભ પંતે 61 બોલમાં 118 રનની અણનમ ઇનિંગ રમી, તેણે ઇનિંગમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. મિશેલ માર્શે 37 બોલમાં 67 રન બનાવ્યા. મેથ્યુ બ્રિત્ઝકે 14 અને નિકોલસ પૂરને 13 રન બનાવ્યા. અબ્દુલ સમદ 1 રન બનાવીને અણનમ રહ્યો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે નુવાન તુશારા, ભુવનેશ્વર કુમાર અને રોમારિયો શેફર્ડે 1-1 વિકેટ લીધી હતી.

RCBની ઇનિંગ:

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી જીતેશ શર્માએ 33 બોલમાં 85 રનની અણનમ ઇનિંગ રમી, જીતેશે તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા. મયંક અગ્રવાલ 41 રન બનાવીને અણનમ રહ્યો. ફિલ સોલ્ટે 30 રન બનાવ્યા અને લિયામ લિવિંગસ્ટોન ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. જીતેશ શર્મા અને મયંક અગ્રવાલ વચ્ચે પાંચમી વિકેટ માટે 107 રનની પાર્ટનરશિપ થઈ હતી.

LSG માટે વિલ ઓ’રોર્કે 2 વિકેટ લીધી. આકાશ સિંહ અને અવેશ ખાને 1-1 વિકેટ લીધી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button