IPL 2025

રજત પાટીદારે રચ્યો ઇતિહાસ, એવો પ્રથમ કેપ્ટન બન્યો જેણે…

મુંબઈ: રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો રજત પાટીદાર આઈપીએલ (IPL)ના ઇતિહાસમાં એવો પ્રથમ કેપ્ટન બન્યો છે જેણે વાનખેડે (WANKHEDE)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે અને ચેન્નઈના ચેપૉકમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની મૅચમાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો છે.

રજત પાટીદાર (RAJAT PATIDAR) આઇપીએલનો એવો પ્રથમ ભારતીય કેપ્ટન પણ બન્યો છે જેણે આરસીબીને એક જ સીઝનમાં એમઆઈ, કેકેઆર અને સીએસકે સામે તેમના જ હોમ ગ્રાઉન્ડ પર વિજય અપાવ્યો છે. પાટીદારની કેપ્ટન્સીમાં આરસીબીએ ચેન્નઈમાં સીએસકે સામે અને ઈડન ગાર્ડન્સમાં કેકેઆર સામે જીત મેળવ્યા પછી સોમવારે વાનખેડેમાં એમઆઈ સામે વિજય હાંસલ કર્યો હતો.

વિદેશી કેપ્ટનોમાં ડેવિડ હસીએ 2012માં આ સિદ્ધિ મેળવી હતી. ડેવિડ હસી ત્યારે પંજાબનો કેપ્ટન હતો.
આરસીબીએ 2015 પછી પહેલીવાર વાનખેડેમાં એમઆઈ સામે જીત મેળવી છે. આરસીબી વાનખેડેમાં એમઆઈ સામે સતત ૬ મેચ હાર્યા પછી પહેલી વખત જીતી છે.

આ પણ વાંચો: MI vs RCB: મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને બોલિંગ લીધી, રોહિત-બુમરાહની એન્ટ્રી

આરસીબી (20 ઓવરમાં 221/5) સામે એમઆઈ (209/9)નો 12 રનથી પરાજય થયો હતો. રજત પાટીદાર 64 રન 32 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશમાં જન્મેલો રજત મનોહર પાટીદાર વાનખેડેમાં 10 વર્ષમાં પહેલી વખત આ પુરસ્કાર જીત્યો છે.

વર્તમાન સીઝનની શરૂઆતમાં આરસીબીએ ચેન્નઈ સામે જે વિજય મેળવ્યો ત્યારે પણ હાફ સેન્ચુરિયન પાટીદારને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ચેપૉકના મેદાન પર ત્યારે આરસીબીએ સીએસકે સામે 17 વર્ષે પહેલી વખત જીત મેળવી હતી. પૉઈન્ટ્સ ટેબલમાં આરસીસી હાલમાં રન-રેટની ગણતરીએ દિલ્હી અને ગુજરાત પછી ત્રીજા નંબરે છે. યોગાનુયોગ, આ ત્રણેય ટીમના છ-છ પોઇન્ટ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button