રાજસ્થાનના યુવા બેટ્સમેન અંગે હવે રાહુલ દ્રવિડે આપ્યું મહત્ત્વનું નિવેદન

જયપુરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણ વચ્ચે આઈપીએલને વચ્ચે સ્થગિત કરવામાં આવ્યા પછી ફરી શરુ કરી છે, ત્યારે આ વખતે આઈપીએલમાં નવોદિત બેટરોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટીમ પ્લેઓફમાં પહોંચી નથી. આમ છતાં આગામી સિઝનમાં નવોદિત ઉત્તમ પર્ફોર્મ કરે એવી રાહુલ દ્રવિડે આશા સેવી હતી.
રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને આશા છે કે રાજસ્થાન રોયલ્સના યુવા ભારતીય ખેલાડીઓને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક મળશે, જે તેમને આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સીઝન માટે મજબૂત વાપસી કરવામાં મદદ કરશે.
રવિવારે અહીં પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સનો 10 રનથી પરાજય થતાં તેઓ સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં દ્રવિડે કહ્યું હતું કે અમારી પાસે ઘણા યુવા, સારા ભારતીય બેટ્સમેન છે. આજે પણ જે રીતે જયસ્વાલ, વૈભવ અને ધ્રુવ જુરેલે બેટિંગ કરી. સંજુ અને રિયાને જે તાકાત બતાવી છે તેને જોતા લાગે છે કે તેઓ એક વર્ષમાં વધુ સારા બનશે. ત્યારબાદ દ્રવિડે સમજાવ્યું કે રોયલ્સના યુવા ખેલાડીઓ એક વર્ષ પછી કેવી રીતે વધુ સારું પ્રદર્શન કરી શકે છે.
તેમણે કહ્યું હતું કે વૈભવ (સૂર્યવંશી) ભારત અંડર-19 ની જેમ ઘણું ક્રિકેટ રમશે. રિયાન પરાગ પણ ઘણું ક્રિકેટ રમશે. તેથી મને લાગે છે કે આ બધા ખેલાડીઓ આખા વર્ષ દરમિયાન ભારત માટે ઘણું ક્રિકેટ રમશે જે મુશ્કેલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હશે. તેથી આશા છે કે, જ્યારે તેઓ આવતા વર્ષે અહીં પાછા આવશે, ત્યારે તેઓ વધુ અનુભવી હશે. આ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડીઓ છે.
દ્રવિડને લાગે છે કે રાજસ્થાનના બોલરો અને બેટ્સમેન મેચમાં ‘ફિનિશિંગ ટચ’ આપવામાં નિષ્ફળ રહ્યા હતા જેના કારણે આ સીઝનમાં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે નજીક પહોંચ્યા પણ કામ પૂર્ણ કરી શક્યા નહીં. આ એવી સીઝનમાંની એક રહી છે જ્યાં તમને હંમેશા લાગે છે કે અમે બોલિંગમાં 15-20 વધારાના રન આપ્યા અને નીચલા મધ્યમ ક્રમમાં સારો દેખાવ કરી શક્યા નહીં અને અમને જરૂરી મોટા શોટ ફટકારી શક્યા નહીં.
આ પણ વાંચો….વ્હીલ ચેર પર બેઠેલા રાહુલ દ્રવિડને જોતા જ વિરાટ નીચે ઝુકીને ગળે મળ્યો, જુઓ વિડીયો