IPL 2025

પ્રીતિ ઝિન્ટા IPL માંથી કેટલી કમાણી કરે છે? જાણો તેની નેટવર્થ?

90ના દશકની ડિમ્પલ ગર્લ બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા વૈભવી જીવનશૈલી જીવે છે. તે ફિલ્મ “લાહોર 1947″માં જોવા મળશે. પ્રીતિની ટીમ પંજાબ કિંગ્સ પણ IPL 2025ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. પ્રીતિ ઝિન્ટા IPL અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી ઘણી કમાણી કરે છે.

અહેવાલ મુજબ, પ્રીતિ ઝિન્ટાની કુલ સંપત્તિ 183 કરોડ રૂપિયા છે. તે અભિનય, બિઝનેસ ડિલ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા કમાણી કરે છે. પ્રીતિ એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 1.5 કરોડ રૂપિયા લે છે. પ્રીતિ ઝિન્ટા 2008 માં IPL ટીમ પંજાબ કિંગ્સની સહ-માલિક બની હતી.

બિઝનેસ પોર્ટલના દાવા અનુસાર પ્રીતિએ તે સમયે 35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે હવે વધીને 350 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે 2008માં પંજાબ કિંગ્સની શરૂઆત થઈ ત્યારે તેને 76 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવી હતી. 2022 સુધીમાં તેનું મૂલ્ય વધીને $925 મિલિયન થઈ ગયું હતું.

આઈપીએલમાં ટિકિટ વેચાણથી થતી કમાણીમાં પણ આઈપીએલ ટીમોના માલિકોનો હિસ્સો હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટિકિટ વેચાણનો 80 ટકા હિસ્સો ટીમ માલિકોના ખાતામાં જાય છે. ટીમો સ્પોન્સરશિપ દ્વારા પણ પૈસા કમાય છે.

પ્રીતિ ઝિન્ટા ઘણી મિલકતોની માલિક છે. મીડિયાના અહેવાલ અનુસાર પ્રીતિ ઝિન્ટા મુંબઈના પાલી હિલ્સ વિસ્તારમાં ૧૭.૦૧ કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ધરાવે છે. વતન શિમલામાં પણ તેનું એક ઘર છે, જેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. લગ્ન પછી પ્રીતિ લોસ એન્જલસ શિફ્ટ થઈ ગઈ. તે તેના પતિ જીન ગુડઈનફ સાથે ત્યાં રહે છે. બેવર્લી હિલ્સમાં તેમનું મોટું ઘર છે.

પ્રીતિ ઝિન્ટાને લક્ઝરી કારનો પણ શોખ છે. તેમની પાસે લેક્સસ LX 400 ક્રોસઓવર છે. તેની કિંમત ૧૨ લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે પોર્શ, મર્સિડીઝ બેન્ઝ ઇ ક્લાસ (58 લાખ) અને BMW પણ છે.

આપણ વાંચો : Video: ચહલે સૂર્યકુમારની વિકેટ લીધી ત્યારે RJ મહવશ ઉછળી પડી; પ્રીતિ ઝિન્ટાએ આ રીતે કરી ઉજવણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button