
નવી દિલ્હીઃ આઈપીએલ 2025ની 70મી અને અંતિમ લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને લખનઉ સુપર જાયટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં આરસીબીએ લખનઉ 6 વિકેટથી હરાવ્યું હતું. જીત સાથે આરસીબીએ ક્વોલિફાયર-1 માં સ્થાન મેળવ્યું હતું. આરસીબીની જીત સાથે જ પ્લેઓફનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું હતું. પ્લેઓફ માટે મુંબઈ, આરસીબી, ગુજરાત, પંજાબ ક્વોલિફાય થયા હતા.
પોઇન્ટ ટેબલ પર નજર કરીએ તો પંજાબ કિંગ્સ 19 પોઇન્ટ સાથે ટોપ પર છે. આરસીબી 19 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. પંજાબનો નેટ રન રેટ સારો હોવાથી ટોપ પર છે. 18 પોઇન્ટ સાથે ગુજરાત ત્રીજા અને મુંબઈ 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. આઈપીએલમાં ટોપ-2માં સ્થાન મેળવનારી ટીમને ફાઈનલ રમવા માટે બે તક મળે છે.
29 મેના રોજ આઈપીએલનો પ્રથમ ક્વોલિફાયર મુકાબલો રમાશે. આ દિવસે પોઈન્ટ ટેબલમાં ટોપમાં રહેલી બે ટીમો પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે ટક્કર થશે. આ મેચ ચંદીગઢમાં રમાશે. જે ટીમ જીતશે તે સીધી જ ફાઈનલમાં પહોંચી જશે. જ્યારે હારનારી ટીમને વધુ એક મોકો મળશે.
30 મેના રોજ ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમની ટક્કર થશે. જે હારશે તેના અભિયાનનો અંત આવશે. જીતનારી ટીમે ક્વોલિયર-1માં હારનારી ટીમ સામે રમવું પડશે. આ મેચ 1 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રમાશે. આ મેચ જીતનારી ટીમ 3 જૂને ફાઈનલ રમશે.