અભિષેકના ફ્લૉપ-શો બદલ કાવ્યા મારન ક્રોધિતઃ જુઓ, ગુસ્સામાં કેવી પ્રતિક્રિયા બતાવી…
30મી માર્ચે ધોનીની વિકેટ પડતાં તેની ફૅનગર્લથી પણ સ્તબ્ધ થઈ ગઈ હતી

હૈદરાબાદઃ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની દરેક મૅચમાં ટીમના એકેએક ખેલાડીના પર્ફોર્મન્સ પર (ખાસ કરીને કૅપ્ટન રિષભ પંતના દેખાવ પર) માલિક સંજીવ ગોયેન્કા બારીકાઈથી નજર રાખી રહેલા જોવા મળ્યા છે તેમ જ ક્યારેક ગુસ્સો બતાવતા પણ જોવા મળ્યા છે, પણ બીજી કોઈ ટીમના માલિકે પોતાના પ્લેયર પર ક્રોધ બતાવ્યો હોય એવું રવિવાર પહેલાં નહોતું જોવા મળ્યું, પણ રવિવારે એ પણ જોવા મળી ગયું. આ વાત છે, સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારનની.
2024ની આઇપીએલમાં હૈદરાબાદની ટીમે (ખાસ કરીને ઓપનર અભિષેક શર્મા, ટ્રૅવિસ હેડ વગેરે ટૉપ-ઑર્ડરના બૅટ્સમેને) ગામ ગજાવ્યું હતું. જોકે આ વખતે તેઓ સદંતર ફ્લૉપ જઈ રહ્યા છે. પહેલી મૅચમાં 286 રનનો સેક્નડ-બેસ્ટ સ્કોર નોંધાવ્યા બાદ હૈદરાબાદ (SRH)ના બૅટ્સમેન જાણે દિશાહીન થઈ ગયા છે. પાંચમાંથી ચાર મૅચ હારનારી ટીમના કોઈ પણ માલિક હોય, તેઓ પોતાના ખેલાડીઓ પર ગુસ્સે થયા વિના રહે જ નહીં.
આપણ વાંચો: સિરાજ સહિતના જીટીના બોલર્સે હૈદરાબાદની બૅટિંગ લાઇન-અપનો કચરો કરી નાખ્યો
રવિવારે હોમ-ગ્રાઉન્ડ હૈદરાબાદમાં સનરાઇઝર્સની ગુજરાત ટાઇટન્સ સામે મૅચ રમાઈ હતી જેમાં હૈદરાબાદની ટીમ આઠ વિકેટે માત્ર 152 રન બનાવી શકી હતી.
એમાં ખાસ કરીને ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma) 18 રન બનાવીને સિરાજના બૉલમાં તેવાટિયાને કૅચ આપી બેઠો હતો. અભિષેકની આ લાગલગાટ પાંચમી નિષ્ફળતા હતી. તેના પાંચ મૅચના સ્કોર પર નજર કરી લઈએઃ 24, 6, 1, 2, 18. ગુજરાતે એ મૅચમાં 16.4 ઓવરમાં ત્રણ વિકેટે 153 રન બનાવીને આસાનીથી વિજય મેળવી લીધો હતો.
હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીની માલિક કાવ્યા મારન (Kavya Maran) પોતાની ટીમની લગભગ દરેક મૅચ જોવા આવે છે. હૈદરાબાદની ટીમે લડત આપ્યા વગર હાર સ્વીકારી લીધી એટલે કાવ્યા ઉદાસ થઈને સ્ટેડિયમની બહાર જતી જોવા મળી હતી.

જોકે એ પહેલાં, અભિષેક કૅચઆઉટ થયો ત્યારે કાવ્યાથી રહેવાયું નહોતું અને અભિષેક પરનો ગુસ્સો તે છુપાવી નહોતી શકી. તેનાથી હાથથી એવી ઍક્શન થઈ ગઈ કે જેના પરથી આઠ દિવસ પહેલાંની મૅચની ઘટના યાદ આવી ગઈ હતી.

30મી માર્ચે રાજસ્થાન સામેની મૅચમાં ચેન્નઈને લેજન્ડરી ખેલાડી એમએસ ધોની 16 રનના પોતાના સ્કોર પર શિમરૉન હેટમાયરના હાથમાં કૅચઆઉટ થયો ત્યારે ધોનીની એક ફૅનગર્લથી હાથથી જોવા જેવી ઍક્શન થઈ હતી.
સીએસકેના ખેલાડીઓ જેવા યલો ડ્રેસમાં સજ્જ એ છોકરી તેનો સૌથી મનપસંદ ખેલાડી ધોની આઉટ થઈ ગયો એ માનવા તૈયાર જ નહોતી. જોકે હેટમાયરે ધોનીનો અફલાતૂન કૅચ ઝીલી લીધો અને ધોની પૅવિલિયનમાં પાછો આવી રહ્યો છે એ જોઈને એ છોકરી નિરાશા રોકી નહોતી શકી અને તેની ઍક્શન વાઇરલ થઈ હતી.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) April 6, 2025