
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને એમાં પણ નીતા અંબાણી (Nita Ambani) તો અંબાણી પરિવારના કોહિનૂર છે. સુંદરતા, ફેશનની વાત હોય કે પછી ગરિમા અને શાલીન સ્વભાવની વાત હોય. નીતા અંબાણીનો જોટો જડે એમ નથી અને ગઈકાલે જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની મેચમાં જોવા મળ્યું. મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદ સામે શાનદાર જિત મેળવી પણ આ વચ્ચે જ નીતા અંબાણીએ કંઈક એવું કર્યું કે જેણે લોકોનું દિલ જિતી લીધું હતું. સોશિયલ મીડિયા પર આનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે.
આવો જોઈએ એવું તે શું કર્યું નીતા અંબાણીએ-
વાત જાણે એમ છે ગઈકાલે રમાયેલી હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મેચમાં હૈદરાબાદ તરફથી રમતા ખેલાડી ઈશાન કિશનનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. મેચ બાદ ઈશાન થોડો ચિંતામાં જોવા મળી રહ્યો હતો, પરંતુ આ સમયે મુંબઈના માલિક નીતા અંબાણીએ વિરોધી ટીમના ખેલાડીને સંભાળવા અને સપોર્ટ કરવા માટે આગળ આવ્યા હતા.
મેચ પૂરી થયા બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા અને પોતપોતાની ટીમ પાસે પાછા ફરી રહ્યા હતા. એ સમયે ઈશાન કિશન નીતા અંબાણી પાસે ગયો અને તેમને સ્માઈલ સાથે ગ્રીટ કર્યું. નીતા અંબાણીએ પણ પ્રેમથી ઈશાનને જવાબ આપ્યો અને જાણે પોતાના પ્રદર્શનથી ભાંગી પડેલાં ઈશાનને હિંમત બંધાવતા હોય એમ એના ગાલ પર થપકી મારતા જોવા મળ્યા હતા. નીતા અંબાણી અને ઈશાન કિશનનો આ ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ઈશાન કિશને નીતા અંબાણી સાથે વાતચીત કરી અને પાછો પોતાની ટીમ પાસે જતો રહ્યો.
આ પણ વાંચો: Nita Ambaniએ ફરી ચલાવ્યો Black Magic, વિશ્વાસ ના હોય તો જોઈ લો વીડિયો…
અત્રે ઉલ્લેખનીય છે કે ઈશાન કિશન સાત સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં રહ્યો હતો બાદમાં મોટી રકમ આપીને હૈદરાબાદની ટીમે તેને ખરીદી લીધો હતો. આ પહેલી વખત હતું ઈશાન કિશન વિરોધી ટીમના ખેલાડી તરીકે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી રહ્યો હતો. જોકે, ગઈકાલે તેનું પ્રદર્શન સારું રહ્યું નહોતું અને તે બે રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો. પરંતુ મેચ બાદ જે પણ થયું એ એક ઈમોશનલ અને સ્પોર્ટ્સમેન સ્પિરિટને દર્શાવી રહ્યું હતું.
આ સિવાય સોશિયલ મીડિયા પર મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ઈશાન કિશનનો એક ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક ઈશાન કિશનના ખભા પર હાથ નાથીને તેની સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.