IPL 2025

નીતા અંબાણીનો આ વીડિયો વાઈરલ વીડિયો જોયો કે? જોશો તો…

આઈપીએલ-2025ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. દરરોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે અને તૂટી રહ્યા છે. રવિવારે મુંબઈ ઈન્ડિન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના સ્પિનર વિઘ્નેસ પુથુરે દમદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. 24 વર્ષના વિઘ્નેશે આઈપીએલ ડેબ્યુ પર જ 3 વિકેટ લીધી હતી. વિઘ્નેશે ઋતુરાજ ગાયકવાડ, શિવમ દૂબે અને દિપક હુડ્ડા જેવા ધુરંધરોને આઉટ કરીને મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનું કમબેક કરાવ્યું હતું. આ મેચ પછીનો જ વિઘ્નેશ અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો વિઘ્નેશના વખાણ કરતાં નથી થાકી રહ્યા આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…

https://twitter.com/mipaltan/status/1904076116677292544

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં વિઘ્નેશ પુથુરને મુંબઈ ઈન્ડિયન્સના બેસ્ટ બોલરનો એવોર્ડ હાંસિલ થયો હતો અને એવોર્ડ મળતાં જ વિઘ્નેશે નીતા અંબાણીના પગે પઢીને તેમના આશિર્વાદ લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.

વિઘ્નેશે મેચ બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હું એમઆઈ ફ્રેન્ચાઈઝીવાળાનો આભાર માનું છું. મેં મારા જીવનમાં ક્યારેય નહોતું વિચાર્યું કે હું આ ખિલાડીઓ સાથે રમીશ. હું ખૂબ જ ખુશ છું. ટીમ આપણે જિતી શકતા હતા. ખાસ કરીને અમારા કેપ્ટન સૂર્યાભાઈનો આભાર કે તેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો. મને સપોર્ટ કરવા માટે તમારા સૌનો આભાર.
વાત કરીએ વિઘ્નેશની તો તે મલપ્પુરમનો રહેવાસી છે અને તેના પિતા એક ઓટોડ્રાઈવર છે.

મહત્ત્વની વાત તો એ છે કે કેરળના સિનિયર લેવલ પર વિઘ્નેશે હજી સુધી એક પણ મેચ નથી રમ્યો. કેરળ ટી20 લીગની પહેલી સિઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની સ્કાઉટિંગ ટીમનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ વિઘ્નેશને એમઆઈ દ્વારા ટ્રાયલ્સ માટે બોલાવવામાં આવ્યા હતા.

ટ્રાયલ્સમાં વિઘ્નેશે પોતાની ચોકસાઈ અને દબાણમાં પણ શાંત રહેવાની ક્ષમતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે આઈપીએલ-2025ની ઓક્શન થઈ તો મુંબઈએ તેને 30 લાખ રૂપિયાની બેઢ પ્રાઈઝ સાથે પોતાની ટીમમાં લીધો હતો.
ધોનીને જોતા જ નીતા અંબાણીએ આપ્યું આવું રિએક્શન…

આ પણ વાંચો : Nita Ambani કે Kavya Maran કોણ છે IPLની સૌથી અમીર માલકિન?

https://twitter.com/ImTanujSingh/status/1904032617743126923

વિઘ્નેશ પુથુર અને નીતા અંબાણી આ વીડિયો સિવાય નીતા અંબાણીનો એક બીજો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો આ જ મેચ સમયનો છે. વીડિયોમાં જોવા મળે છે કે સીએસકે તરફથી મહેન્દ્રસિંહ ધોની જેવો બેટિંગ કરવા ગ્રાઉન્ડ પર આવે છે ત્યારે એમઆઈના ઓનર નીતા અંબાણીએ પોતાના કાન બંધ કરી લીધા હતા. વાત જાણે એમ છે કે નીતા અંબાણી ગ્રાઉન્ડ પરના અવાજને કારણે પોતાના બંને હાથ કાન પર હાથ મૂકીને કાન બંધ કર્યા હતા. નીતા અંબાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ સિવાય આકાશ અંબાણીનો પણ ધોનીને ગળે મળતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર નેટિઝન્સ એમઆઈના ફેન્સને ટેગ કરીને એવી કમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ તમે જે ટીમના ફેન છો એના માલિક પણ એમએસ ધોનીનો ફેન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button