IPL 2025

અમદાવાદમાં પંજાબે ફીલ્ડિંગ પસંદ કરી, મુંબઈને લક્ષ્યાંક નક્કી કરવાનો મોકો

અમદાવાદઃ પંજાબ કિંગ્સ (PBKS)એ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ (IPL-2025)ના ક્વૉલિફાયર-ટૂ મુકાબલા માટે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.

જોકે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને મજબૂત ઓપનિંગ સાથે અને મિડલ-ઑર્ડરની સહાયક ભૂમિકાની મદદથી પંજાબ સામે પડકારરૂપ ટાર્ગેટ નક્કી કરવાનો મોકો મળ્યો છે. આ મૅચ જીતનારી ટીમ મંગળવારે આ જ મેદાન પર રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) સામે ફાઇનલ રમશે.

આપણ વાંચો: મુંબઈનું છઠ્ઠું ટાઇટલ કે આઇપીએલને મળશે નવું ચૅમ્પિયન?

ટૉસ (TOSS) ઉછાળવામાં આવ્યો ત્યારે મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ હેડ્સ'નો કૉલ આપ્યો હતો, પણટેઇલ’ પડતાં પંજાબનો સુકાની શ્રેયસ ઐયર ટૉસ જીતી ગયો હતો અને તેણે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય ઍન્કર રવિ શાસ્ત્રીને જણાવ્યો હતો. આ પ્રસંગે મૅચ-રેફરી જાવાગલ શ્રીનાથ પણ ઉપસ્થિત હતા. ક્રિસ ગૅફની અને નીતિન મેનન આજની ફાઇનલના બે મુખ્ય અમ્પાયર છે.

શ્રેયસે ટૉસ જીત્યા બાદ કહ્યું હતું કે અમદાવાદમાં હવામાન થોડું વાદળિયું છે. ગઈ કાલે (શનિવારે) પિચ ઢાંકવામાં આવી હતી એટલે અમે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું. (બેંગલૂરુ સામેની શૉકિંગ હાર બાદ) અમે બધા ફરી બુલંદ ઉત્સાહમાં આવી ગયા છીએ.

આપણ વાંચો: સૂર્યવંશીની રેકોર્ડ બ્રેક સદીથી લઇને મ્હાત્રેની વિસ્ફોટક બેટિંગઃ આઇપીએલના જાણો ઉતાર-ચઢાવ…

યુઝી (યુઝવેન્દ્ર ચહલ) પાછો રમવા આવી ગયો છે.’ એમઆઇના સુકાની હાર્દિકે કહ્યું હતું કેહું ટૉસ જીત્યો હોત તો મેં પણ ફીલ્ડિંગ જ પસંદ કરી હોત. જોકે બૅટિંગ માટે પિચ ઘણી સારી છે. વધુ ફ્લૅટ થઈ ગઈ છે અને બૉલ ઓછો નીચો રહે છે.

અમારે પરિસ્થિતિનું સચોટ અવલોકન કરીને એ મુજબ રમવું જોઈશે. ગઈ મૅચ બાદ (ગુજરાત સામેની એલિમિનેટર બાદ) એક દિવસનો બે્રક ઓછો કહેવાય, પરંતુ અમે રિધમ પણ જાળવી રાખ્યું છે. અમારી ટીમમાં રિચર્ડ ગ્લીસન નથી, કારણકે તેને ઈજા છે. તેના સ્થાને રીસ ટૉપ્લીને ઇલેવનમાં સમાવ્યો છે.’

આપણ વાંચો: આઇપીએલ ફાઇનલમાં ‘ઓપરેશન સિંદૂર’ના વીરોને સલામી: ત્રણેય સેનાના વડાઓને આમંત્રણ

બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન

મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, જૉની બેરસ્ટૉ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, રાજ બાવા, મિચલ સૅન્ટનર, ટ્રેન્ટ બૉલ્ટ, જસપ્રીત બુમરાહ અને રીસ ટૉપ્લી. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ અશ્વની કુમાર, કે. એલ. શ્રીજીથ, રઘુ શર્મા, રૉબિન મિન્ઝ, બેવન જૅકબ્સ.

પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લા ઓમરઝાઈ, વિજયકુમાર વૈશાક, કાઇલ જૅમીસન, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ પ્રભસિમરન સિંહ, ઝેવિયર બાર્ટલેટ, હરપ્રીત બ્રાર, સુયાંશ શેડગે, પ્રવીણ દુબે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button