વાનખેડેમાં ચેન્નઈ સામે જીતવા માટે મુંબઈને 177 રનનો મળ્યો ટાર્ગેટ
આયુષ મ્હાત્રેએ આક્રમક બેટિંગ કરીને મુંબઈ ઈન્ડિયન્સનો પરસેવો છોડાવ્યો

વાનખેડેઃ આઈપીએલમાં આજની 38મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ વચ્ચે રમાઈ રહી છે, જ્યારે આજની મેચનો એક સંજોગ કંઈક અલગ પ્રકારનો રહ્યો. મુંબઈના આયુષ મ્હાત્રે પહેલી વખત આઈપીએલમાં ચેન્નઈ વતીથી ડેબ્યૂ કરીને આક્રમક અંદાજમાં જોવા મળ્યો. રચિન રવિન્દ્રની વિકેટ પડ્યા પછી નવોદિત 17 વર્ષના આયુષ મ્હાત્રે સેકન્ડ નંબરે રમતમાં આવ્યો હતો. જેને શરુઆતમાં ચોગ્ગા-સિક્સર ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બોલરનો પરસેવો છોડાવ્યો હતો, પરંતુ વધુ સમય મેદાનમાં નહીં ટક્યો નહોતો.

ચાર સિક્સર મારીને શિવમ દૂબે પણ આક્રમક રમત રમ્યો

એમએસ ધોની બ્રિગેડે શરુઆત આક્રમક કર્યા પછી બીજી વિકેટ તરીકે આયુષ મ્હાત્રેની પડી હતી. પંદર બોલમાં બે સિક્સર અને ચાર ચોગ્ગા સાથે 32 રન બનાવીને આક્રમક શોટ મારવા જતા દીપક ચાહરે વિકેટ ઝડપી હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈની ટીમે પાંચ વિકેટે 20 ઓવરમાં રન કર્યા હતા, જેમાં સૌથી વધુ રન બનાવવામાં શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા અને આયુષ મ્હાત્રેનું મોટું યોગદાન રહ્યું હતું.
ચેન્નઈએ ત્રીજી વિકેટ ગુમાવતા નીતા અંબાણી ખુશખુશાલ

જોકે, આયુષ મ્હાત્રે આઉટ થયા પછી સૂર્ય કુમાર યાદવે તેને શાબાશી આપતા થપથપાવ્યો હતો. ચેન્નઈની બીજી વિકેટ સાતમી ઓવરના છેલ્લા બોલે 57 રને પડી હતી. ત્રીજી વિકેટ માટે રવિન્દ્ર જાડેજા રમતમાં આવ્યો હતો, જ્યારે સામે છેડે શેખ રશીદ ધીમી રમત સાથે રમતમાં હતો, પરંતુ તે સ્ટમ્પિંગમાં આઉટ થયો હતો. શેખ રશીદ પીચથી સહેજ આગળ વધીને રમવા જતા રિયાન રિકલટને આઉટ કર્યો હતો. 57 રન પછી આઠમી ઓવરમાં બીજા છ રનના સ્કોરે ત્રીજી વિકેટ ચેન્નઈએ ગુમાવી હતી. ત્રીજી વિકેટ પડ્યા પછી કેમેરામેને મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીને ખુશખુશાલ મુદ્રામાં ઝડપી લીધા હતા.
ચેન્નઈ વતીથી રવિન્દ્ર જાડેજા મહત્ત્વની ઈનિંગ રમ્યો
મુંબઈ વતીથી નવમી ઓવર જસપ્રીત બુમરાહે નાખી હતી, જેથી ચેન્નઈની ટીમ દબાણમાં આવી હતી. શેખ રશીદ આઉટ થયા પછી શિવમ દુબે રમતમાં આવ્યો હતો, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ પર દબાણ લાવવામાં સફળ રહ્યા હતા. ત્રણ વિકેટ પછી લગભગ 29 બોલ પછી શિવમ દુબે ચોગ્ગો મારવામાં સફળ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબેને મેચ ધીમી રમીને પણ ધીમે ધીમે મજબૂત સ્કોરે પહોંચાડવામાં આગળ વધ્યા હતા. સામે છેડે રવિન્દ્ર જાડેજા રમતમાં રહ્યો હતો, જેમાં 34 બોલમાં ટીમ વતીથી વધુ એક અડધી સદી જોડવામાં સફળ રહ્યો હતો.
ચોથી વખત ધોની બુમરાહનો બન્યો શિકાર
શિવમ દુબેએ 30 બોલમાં પચાસ રન પૂરા કર્યા હતા, જેમાં ચાર સિક્સર અને બે ચોગ્ગાનો સમાવેશ થયો હતો. દૂબેની આક્રમક બેટિંગને પગલે જાડેજાએ આક્રમક રમવાનું શરુ કર્યું હતું. આમ છતાં શિવમ દૂબેને આક્રમક શોટ રમવા જતા 17મી અને 19મી ઓવરમાં બુમરાહે એમ બે મહત્ત્વની વિકેટ ઝડપી હતી. શિવમ દુબેએ 32 બોલમાં પચાસ રને પેવેલિયન જવું પડ્યું હતું. એના સિવાય એમએસ ધોની રમતમાં આવ્યા પછી સિક્સર મારવાના ચક્કરમાં બુમરાહે ધોનીની વિકેટ ઝડપી હતી.
આઈપીએલમાં ચોથી વખત જસપ્રીત બુમરાહે ધોનીનો શિકાર કર્યો હતો. છ બોલમાં ચાર રન બનાવીને ધોની આઉટ થયો હતો. ટ્રેન્ટ બોલ્ટ, વિલ જેક્સ અને હાર્દિક પંડ્યા સિવાયના અન્ય બોલર (અશ્વિની કુમાર, મિચેલ સેન્ટનર, અને દીપક ચાહર)ને એક-એક વિકેટ મળી હતી. 20 ઓવરમાં આઠ રન એક્સ્ટ્રા સાથે ચેન્નઈએ પાંચ વિકેટે 176 રન બનાવ્યા હતા, જેમાં જાડેજા 53 રન જેમી ઓવરટન ચાર રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા.