મુંબઈને પ્રથમ બૅટિંગ મળી, હાર્દિકની ટીમ તોતિંગ સ્કોર માટે તૈયાર

જયપુરઃ પંજાબ કિંગ્સ (મુંબઈને પ્રથમ બૅટિંગ મળી, હાર્દિકની ટીમ તોતિંગ સ્કોર માટે તૈયાર)ના કૅપ્ટન શ્રેયસ ઐયરે અહીં મહત્ત્વની લીગ મૅચમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
આજે જીતનારી ટીમ પ્લે-ઑફના ટૉપ-ટૂ (TOP-2)માં સ્થાન પાકું કરી લેશે એ જોતાં બન્ને માટે આ મુકાબલો ખૂબ જ અગત્યનો અને નિર્ણાયક છે, કારણકે ટૉપ-ટૂમાં જનારી ટીમ 29મી મેની ક્વૉલિફાયર-વન જીતશે તો એને સીધા ફાઇનલમાં રમવાનો સુવર્ણ મોકો મળશે. મુંબઈ-પંજાબ ઉપરાંત ગુજરાત અને બેંગલૂરુની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે.
પંજાબના સુકાની શ્રેયસ ઐયરે ટૉસ (TOSS) વખતે કહ્યું હતું કે ` હું બોલવા કરતાં પર્ફોર્મ કરવામાં માનું છું. અમારા ખેલાડીઓએ નૅચરલ ગેમ રમવી પડશે. અમે ટીમમાં કાઇલ જૅમીસન અને વિજયકુમાર વૈશાકને ઇલેવનમાં સમાવ્યા છે.’
મુંબઈના સુકાની હાર્દિક પંડ્યાએ કહ્યું, ` મને તો બૅટિંગ માટે પિચ ઘણી સારી લાગે છે. (બૅટિંગ માટે) અમારી ટીમ ખૂબ જ એક્સાઇટેડ છે. પાંચ દિવસ પહેલાં અમે આ સ્થિતિમાં (પ્લે-ઑફમાં) નહોતા, પણ અત્યારે પહોંચી ચૂક્યા છીએ. અમારા માટે છેલ્લી 8-9 મૅચ નૉકઆઉટ જેવી બની ગઈ હતી. અમે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે અશ્વની કુમારને સમાવ્યો છે.’
બન્ને ટીમની પ્લેઇંગ-ઇલેવન
મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જૅક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચલ સૅન્ટનર, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બૉલ્ટ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ અશ્વની કુમાર, કૉર્બિન બૉસ્ચ, કર્ણ શર્મા, રાજ બાવી, સત્યનારાયણ રાજુ.
પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, જૉશ ઇંગ્લિશ (વિકેટકીપર), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, હરપ્રીત બ્રાર, માર્કો યેનસેન, કાઇલ જૅમીસન, અર્શદીપ સિંહ અને વિજયકુમાર વૈશાક. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ પ્રભસિમરન સિંહ, સૂર્યાંશ શેડગે, મુશીર ખાન, ઝેવિયર બાર્ટલેટ, પ્રવીણ દુબે.
આ પણ વાંચો…મુંબઈ આજે પંજાબ સામે જીતે એટલે ટૉપ-ટૂમાં