IPL 2025

મિચલ માર્શ આજે કયા અંગત કારણસર નથી રમી રહ્યો?

લખનઊઃ આજે આઈપીએલ (IPL-2025)ની 26મી મૅચમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ને ગુજરાત જાયન્ટ્સ (GT) સામે મુકાબલાના આરંભ પહેલાં જ એક ઝટકો લાગ્યો હતો જેમાં લખનઊની ટીમના ઓપનર મિચલ માર્શે મૅચ અગાઉ થોડી વાર પહેલાં જ ન રમવાનો નિર્ણય ટીમ-મૅનેજમેન્ટને જણાવ્યો હતો. માર્શની છ મહિનાની દીકરી (DAUGHTER) બીમાર છે અને તેની કાળજી લેવાના હેતુથી માર્શે ગુજરાત સામેની આ મૅચમાં રમવાનું ટાળ્યું છે.

ટૉસ વખતે લખનઊના કૅપ્ટન રિષભ પંતને પૂછવામાં આવ્યું કે ટીમમાં કોઈ ફેરફાર કર્યો છે? પંતે જવાબમાં કહ્યું, `મિચલ માર્શ નથી રમી રહ્યો, કારણકે તેની પુત્રીની તબિયત સારી નથી. તેના સ્થાને અમે ટીમમાં બૅટ્સમૅન હિમ્મત સિંહને સમાવ્યો છે.’
માર્શે આ વખતની આઇપીએલમાં 72, 52, 0, 60 અને 81 રનના સ્કોર સાથે સારું પર્ફોર્મ કર્યું છે. તેણે પાંચ મૅચમાં કુલ 245 રન કર્યા છે.

આ પણ વાંચો: અશ્વિનના બૉલમાં મિચલ માર્શ આઉટ હતો, થર્ડ અમ્પાયર પણ ભૂલ કરી બેઠા?

મિચલ માર્શની પત્ની ગ્રેટાએ નવેમ્બરમાં (ભારત સામેની ટેસ્ટ-સિરીઝના થોડા દિવસ પહેલાં) પુત્રીને જન્મ આપ્યો હતો. માર્શ-ગ્રેટાનું આ પહેલું જ સંતાન છે.

માર્શ-ગ્રેટાએ એપ્રિલ, 2023માં લગ્ન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button