MI VS SRH: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ લીધી, હૈદરાબાદની ધીમી શરુઆત

મુંબઈઃ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની આજની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે વાનખેડે ખાતે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ લીધી છે, ત્યારે સૌથી પહેલા હૈદરાબાદ બેટિંગમાં આવી છે. હૈદરાબાદ વતીથી બેટિંગમાં આવેલા અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે ચાર ઓવરમાં 29 રન બનાવીની ધીમી શરુઆત કરી છે.
આઈપીએલમાં અત્યાર સુધીમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ છ મેચ રમી છે, જ્યારે ચાર મેચમાં હારનો સામનો કરવાની નોબત આવી છે, જ્યારે ટીમ પોઈન્ટ ટેબલમાં નીચેથી બીજા ક્રમે એટલે કે નવમા ક્રમે છે. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો પોઈન્ટ ટેબલમાં મુંબઈ પણ સાતમા ક્રમે છે. હાર્કિદ પંડ્યાની આગેવાની હેઠળની ટીમ છ મેચમાંથી ફક્ત બે મેચ જીતી શકી છે.
આ પણ વાંચો: રાજસ્થાને સુપરઓવરમાં ભૂલ કરી? બિશપ અને પુજારાનું માનવું છે કે…
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં આજે અભિષેક શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્ય કુમાર યાદવ અને ટ્રેવિસ હેડ પર રહેશે, જ્યારે સૂર્ય કુમાર યાદવ માટે ખાસ કરીને મોટી ઈનિંગ રમે એવી અપેક્ષા છે. બીજી બાજી પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઈઝર્સની ટીમમાં અભિષેક શર્માની સામે મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા વચ્ચે ટક્કર રહેવાની વાતો કરાય છે, પરંતુ રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું નથી, જ્યારે અભિષેક શર્માનું પ્રદર્શન સારું છે.
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમમાં ઈમ્પેક્ટ પ્લેયર્સમાં રોહિત શર્મા, કોર્બિન બોશ, અશ્વિની કુમાર, રાજ બાવા અને રોબિન મિંજ છે, જ્યારે હૈદરાબાદના ખેલાડીઓમાં અભિનવ મનોહર, જયદેવ ઉનડકટ, સચિન બેબી, રાહુલ ચાહર અને વિયાન મુલ્ડરનો સમાવેશ થાય છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટ કિપર), ઈશાન કિશન, નિતીશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જીસાન અંસારી, મોહમ્મદ શમી અને ઈશાન મલિંગાનો સમાવેશ થાય છે.
મુંબઈની ટીમમાં હાર્દિકની આગેવાનીમાં રયાન રિકેલટન (વિકેટ કિપર), વિલ જેક્સ, સૂર્ય કુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ અને કર્ણ શર્માનો સમાવેશ થાય છે.