Mumbai Indians ની જીત કરતાં Hardik Pandya અને આ વ્યક્તિની થઈ રહી છે વધુ ચર્ચા… જાણો કોણ છે?

સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે જીત સાથે પોતાનું ખાતું ખોલીને પોઈન્ટ ટેબલમાં ઉલટફેર કરી દીધો છે. નતાશા સ્ટેનકોવિક સાથેના છુટાછેડા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનું નામ જેસ્મિન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે. જોકે, હજી સુધી આ સંબંધ અંગે હાર્દિક કે જેસ્મિને કોઈ ખુલાસો નહોતો કર્યો પણ ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સની જિત બાદ કંકઈ એવું થયું કે હવે આ સંબંધને લઈને ફેન્સને ક્લિયારિટી મળી ગઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સે કેકેઆર સામે શાનદાર જિત હાંસિલ કરી હતી. વાનખેડેમાં કેકેઆરની ટીમ ખાસ કંઈ ઉકાળી શકી નહીં અને મુંબઈએ કેકેઆરને ટીમને 8 વિકેટથી કરારી હાર આપી હતી. છેલ્લે બે મેચમાં હારનો સ્વાદ ચાખ્યા બાદ આખરે મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે જિત મેળવીને પોતાનું ખાતું ખોલાવી દીધું છે. ટીમે જિતનું સેલિબ્રેશન કર્યું અને પણ સૌથી વધુ ચર્ચા તો હાર્દિક પંડ્યાના અફેયરની થઈ રહી છે. આવો જોઈએ આખરે એવું તે શું થયું.

છેલ્લાં કેટલાય સમયથી હાર્દિક પંડ્યા અને જેસ્મિન વાલિયાના અફેયરની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ ગઈકાલે આ મેચ પૂરી થયા બાદ જેસ્મિન ટીમ બસમાં ચઢી હતી. વાત જાણે એમ છે કે ટીમ બસમાં માત્ર પ્લેયર્સ અને તેમના પરિવારના સભ્યોને જ બેસવાની પરવાનગી હોય છે. જેસ્મિનનું આ બસમાં ચઢવું એ ક્યાંકને ક્યાંક હાર્દિક સાથેના સંબંધો પર મહોર મારવું હોય એવું લાગી રહ્યું છે.

વાત કરીએ જેસ્મિન વાલિયા કોણ છે એની તો તે એક બ્રિટીશ સિંગર છે. જેસ્મિન 2018માં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તે ફિલ્મ સોનુ કે ટીટુ કે સ્વિટીના હિટ ગીત બોમ ડિગ્ગીને કારણે પ્રસિદ્ધ થઈ હતી. આ પહેલાં તેણે ધ ઓનલી વેઈઝ એસેક્સથી પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને ત્યાર બાદ તેણે બીજા અનેક સિંગલ્સ પણ રિલીઝ કર્યા હતા. જેસ્મિન વાલિયાએ માત્ર મ્યુઝિક જ નહીં પણ એક્ટિંગ કરીને પણ પોતાનું નામ કમાવ્યું છે.
આપણ વાંચો : આ Hardik Pandya છે ભાઈસાબ… જુઓ એવું તે શું કર્યું કે વીડિયો થયો વાઈરલ…