IPL 2025

દસ કા દમ: મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની એવી પહેલી ટીમ બની જેણે 10 વાર…

સૂર્યકુમાર આઈપીએલમાં 8,000 રન પૂરા કરનાર સેકન્ડ ફાસ્ટેસ્ટ બૅટ્સમૅન

મુંબઈ: આઈપીએલના ઇતિહાસમાં કોઈ ટીમે એક જ ગ્રાઉન્ડ પર કોઈ એક ટીમ સામે 10 મૅચમાં વિજય મેળવ્યો હોય એવું પહેલી જ વખત બન્યું છે અને એ સિદ્ધિ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે મેળવી.

ગઈ કાલની મૅચ પહેલાં વાનખેડેમાં એમઆઈનો કેકેઆર સામે 9-2નો રેકોર્ડ હતો અને ગઈ કાલે આઠ વિકેટે મેળવેલા વિજય સાથે એ રેકોર્ડ વધીને 10-2નો થઈ ગયો. આ રેકોર્ડ-બુકમાં કોલકાતા બીજા નંબરે છે. ઈડન ગાર્ડન્સમાં પંજાબ સામે કોલકાતાનો 9-4નો હાર-જીતનો રેશિયો છે. ઈડન ગાર્ડન્સમાં જ બેંગલૂરુ સામે કોલકાતા 8-5ના રેશિયો સાથે ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો: ₹ 27 કરોડના પંત અને ₹ 26.75 કરોડવાળા શ્રેયસની ટીમ વચ્ચે ટક્કર

કેકેઆર સામે એમઆઈની 24 જીત, મોટો રેકોર્ડ

આઈપીએલ (IPL)માં એક જ હરીફ સામે સૌથી વધુ મૅચ જીતવામાં પણ મુંબઈ ઇન્ડિયન્સ મોખરે છે. કોલકાતા સામે મુંબઈએ 35 મુકાબલામાં 24 જીત હાંસલ કરી છે. 11 વખત કોલકાતા જીત્યું છે.

ફાસ્ટેસ્ટ અલ્ઝારી પછી સૂર્યકુમાર બીજા નંબરે

મુંબઈનો સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) આઈપીએલમાં 8,000 રન પૂરા કરનાર બીજા નંબરનો ફાસ્ટેસ્ટ બેટ્સમૅન બન્યો છે. તેણે 8,000 રન 5,256 બૉલમાં કર્યા છે. આ લિસ્ટમાં આન્દ્રે રસેલ ફાસ્ટેસ્ટ છે. તેણે 4,749 બૉલમાં 8,000 રન પૂરા કર્યા હતા. સૂર્યકુમારે સોમવારે વાનખેડે (Wankhede)માં કોલકાતા સામે નવ બૉલમાં 27 રન કર્યા અત્યારે આ વિરલ સિદ્ધિ મેળવી હતી.

અશ્વનીએ અમિત સિંહનો રેકોર્ડ તોડ્યો

મુંબઇ ઇન્ડિયન્સના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અશ્વની કુમારે આઈપીએલની ડેબ્યૂ મૅચમાં ચાર વિકેટ લઈને પ્રથમ ભારતીય બનવાની ઉપલબ્ધિ મેળવી એ સાથે તેણે ભારતીયોમાં અમિત સિંહ (પંજાબ સામે નવ રનમાં ત્રણ વિકેટ)ની સિદ્ધિને ઝાંખી પાડી દીધી હતી. આ લિસ્ટમાં અશ્વનીની આગળ પાંચ વિદેશી બોલર છે અને એમાં અલ્ઝારી જોસેફ મોખરે છે. અલ્ઝારીએ 2019માં હૈદરાબાદ સામે 12 રનમાં છ વિકેટ મેળવી હતી.

આ પણ વાંચો: સિરાજે રોહિતને ક્લીન બોલ્ડ કરીને તેને બતાવી તો દીધું જ!

ડેબ્યૂ બૉલમાં વિકેટ લેનાર અશ્વની 14મો બોલર

એમઆઈનો અશ્વની કુમાર આઈપીએલમાં પોતાના પહેલા જ બૉલમાં વિકેટ લેનાર 14મો ખેલાડી બન્યો છે. સોમવારે તેણે વાનખેડેમાં કેકેઆરના કેપ્ટન અજિંકય રહાણેને પોતાના પ્રથમ બૉલમાં આઉટ કર્યો હતો.

બૉલ્ટની 30મી વિકેટ પ્રથમ ઓવરમાં, અનોખો રેકોર્ડ

મુંબઈ ઇન્ડિયન્સના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટે આઈપીએલમાં કુલ ૩૦ વિકેટ એવી છે જે તેણે અત્યારે સુધીમાં રમેલી મૅચોમાં પહેલી જ ઓવરમાં મેળવી છે. આ સિદ્ધિ હાંસલ કરનાર તે આઈપીએલનો પહેલો જ બોલર છે.

બૉલ્ટે પાંચમી વાર પણ નારાયણને આઉટ કર્યો

ટ્રેન્ટ બૉલ્ટનો કોલકાતાના સુનીલ નારાયણે અત્યાર સુધીમાં પાંચ વખત મુકાબલો કર્યો છે અને નારાયણ પાંચેય વાર બૉલ્ટનો શિકાર થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button