IPL 2025

PBKS VS LSG: પંજાબની સામે જીતવા માટે લખનઊને મળ્યો 237 રનનો ટાર્ગેટ

ધર્મશાળાઃ આઈપીએલ 2025ની 54મી મેચ આજે પંજાબ કિંગ્સ ઈલેવન અને લખનઊ સુપરજાયન્ટસની વચ્ચે રમાઈ રહી છે. ઋષભ પંતની આગેવાની હેઠળની લખનઊ સુપરજાયન્ટસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળની પંજાબની ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 236 રન બનાવ્યા હતા, જેમાં જીતવા માટે હવે લખનઊ સુપરજાયન્ટસને 237 રન કરવાના રહેશે.

પંજાબની ટીમ વતીથી સૌથી વધુ રન પ્રભસિમરન સિંહે બનાવ્યા હતા, જેમાં 48 બોલમાં સાત સિક્સર અને છ ચોગ્ગા સાથે 91 રન ફટકાર્યા હતા, જ્યારે પહેલી વિકેટ સાવ સસ્તામાં પડી હતી. નવોદિત પ્રિયાંશ આર્ય ચાર બોલમાં એક રન બનાવ્યો હતો. પ્રિયાંશ આર્યને આકાશ સિંહે લીધી હતી. પ્રભસિમરન સિંહ સિવાય પંજાબની ટીમમાં શ્રેયસ અય્યર (25 બોલમાં 45), જોશ ઇંગ્લિશ (14 બોલમાં 30 રન) અને શશાંક સિંહ (15 બોલમાં 33 રન) સારું પ્રદર્શન કર્યું હતું. પંજાબ કિંગ્સ ઈલેવને 20 ઓવરમાં પાંચ એક્સ્ટ્રા રન સાથે પાંચ વિકેટે 236 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: વાઈરલ વીડિયોઃ કોલકાતા સામે રિયાન પરાગનું રૌદ્ર સ્વરુપ, જોઈ લો કારને છોડી નહીં….

મયંક યાદવ અને આવેશ ખાનની કરી ધુલાઈ

લખનઊ સુપરજાયન્ટ્સના બોલરમાં વિશેષ કોઈ વિકેટ ઝડપી શક્યું નહોતું. આકાશ સિંહ બે, દિવ્યેશ રાઠી બે અને પ્રિન્સ યાદવને એક વિકેટ મળી હતી. જોકે, મયંક યાદવ અને આવેશ ખાનની કોઈ વિકેટ નહીં મળતા નિરાશ થવું પડ્યું હતું. આવેશ ખાને ચાર ઓવરમાં 57 અને મયંક યાદવે ચાર ઓવરમાં 60 રન આપતા બંને જણની પંજાબની બેટરે ધુલાઈ કરી હતી.

પ્લેઓફમાં જવા માટે લખનઊને તમામ મેચ જીતવાનું જરુરી

પ્લેઓફમાં પહોંચવા માટે બંને ટીમ માટે આજની મેચ મહત્ત્વની છે ત્યારે પંજાબ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે, જે દસ મેચમાંથી છ મેચ જીત્યું છે, જ્યારે 13 પોઈન્ટ સાથે ટીમની નેટ રનરેટ 0.199ની છે. બીજી બાજુ લખનઊ સુપર જાયન્ટ્સ પણ 10 મેચ પછી 10 પોઈન્ટ પર છે. કોલકાતાની માફક લખનઊને પણ તમામ મેચ જીતવાનું જરુરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button