IPL 2025

₹ 27 કરોડના પંત અને ₹ 26.75 કરોડવાળા શ્રેયસની ટીમ વચ્ચે ટક્કર

લખનઊમાં મંગળવારે એલએસજી-પંજાબના મુકાબલામાં ભારે રસાકસી જોવા મળી શકે

લખનઊઃ રિષભ પંતના સુકાનમાં લખનઊ સુપર કિંગ્સ (LSG)ની ટીમ 24મી માર્ચે વિશાખાપટનમમાં દિલ્હી કૅપિટલ્સ (DC) સામે હારી ગઈ હતી, પણ 27મી માર્ચે

હૈદરાબાદમાં આતશબાજી માટે મશહૂર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે જીતી ગઈ એટલે પંતની ટીમમાં નવો જોમ અને જુસ્સો આવી ગયો છે અને એના જોર પર આવતી કાલે (મંગળવારે, સાંજે 7.30 વાગ્યાથી) એલએસજીની ટીમ આ વખતે પહેલી વાર હોમ-ટાઉન લખનઊમાં રમશે અને એ જીતવા કોઈ કસર બાકી નહીં રાખે. આ મૅચ પંજાબ કિંગ્સ (PBKS)ની ખતરારૂપ ટીમ સામે રમાવાની છે.

રિષભ પંત (Rishabh Pant)ને ગયા વર્ષે આઈપીએલ (IPL-2025) માટેની હરાજીમાં એલએસજીના માલિકોએ 27 કરોડ રૂપિયાના ઐતિહાસિક ઊંચા ભાવે ખરીદ્યો હતો એટલે તે પોતાની એ કિંમતને યોગ્ય સાબિત કરવા માટે પણ મૅચ દરમ્યાન નિર્ણયો લેવામાં ખાસ સતર્ક રહેશે.

આપણ વાંચો: રિષભ પંતની ટીમને આવતી કાલે હૈદરાબાદમાં સનરાઇઝર્સ સામે મોટો ખતરો…

ખાસ કરીને તે પોતાની બૅટિંગ સુધારવા પર ધ્યાન આપશે. પહેલી બે મૅચમાં તેના સ્કોર આ મુજબ હતાઃ દિલ્હી સામે શૂન્ય અને હૈદરાબાદ સામે 15 રન. બીજી ખાસ વાત એ છે કે પંજાબના ફ્રૅન્ચાઇઝીએ શ્રેયસ ઐયર (Shreyas Iyer)ને ઑક્શનમાં સેકન્ડ-હાઇએસ્ટ 26.75 કરોડ રૂપિયાના ભાવે ખરીદ્યો હતો એટલે મંગળવારનો મુકાબલો ખરેખર તો આઇપીએલના ઇતિહાસના બે સૌથી મોંઘા ખેલાડી વચ્ચેનો છે.

એલએસજી માટે જીતવું આસાન નહીં હોય, કારણકે એનો જેની સામે મુકાબલો થવાનો છે એ પંજાબ કિંગ્સની ટીમ આ વખતે ફક્ત એક મૅચ રમી છે અને એમાં વિજય મેળવી ચૂકી છે. યાદ રહે, પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરે એમાં માત્ર 42 બૉલમાં મૅચ-વિનિંગ 97 રન બનાવ્યા હતા એટલે તે ગજબના ફૉર્મમાં છે.

આપણ વાંચો: રિષભ પંતે ગાવસકરની ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ…’ કમેન્ટનો આ રીતે ફાયદો ઉઠાવ્યો…

શશાંક સિંહે ગુજરાત સામે અણનમ 44 રન બનાવીને પંજાબને વિજય અપાવ્યો હતો એટલે મંગળવારે લખનઊના બોલર્સે તેનાથી પણ ચેતવું પડશે.

બીજું, પંજાબના ખેલાડીઓ ગયા મંગળવારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (જીટી)ને હરાવ્યા બાદ લગભગ એક અઠવાડિયાનો આરામ કરીને લખનઊમાં આવતી કાલે રમવાના છે એટલે તેમની ક્ષમતા સામે પંતની ટીમે ખૂબ ચેતવું પડશે.

એલએસજીએ આ ટૂર્નામેન્ટમાં 27મીએ હૈદરાબાદની મજબૂત ટીમને હરાવીને જોરદાર કમબૅક કર્યું છે અને એનો યશ નિકોલસ પૂરન (23 બૉલમાં 70 રન), મિચલ માર્શ (31 બૉલમાં બાવન રન) તેમ જ શાર્દુલ ઠાકુર (34 રનમાં ચાર વિકેટ)ને આપવો પડે.

બન્ને ટીમના ખેલાડીઓ પર એક નજરઃ

લખનઊઃ રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), ડેવિડ મિલર, એઇડન માર્કરમ, આર્યન જુયલ, હિમ્મત સિંહ, મૅથ્યૂ બ્રીટ્ઝકે, નિકોલસ પૂરન (વિકેટકીપર), મિચલ માર્શ, અબ્દુલ સામદ, શાહબાઝ અહમદ, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, યુવરાજ ચૌધરી, રાજ્યવર્ધન હંગારગેકર, અર્શિન કુલકર્ણી, આયુષ બદોની, આવેશ ખાન, આકાશ દીપ, મણિમારન સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ, આકાશ સિંહ, શમર જોસેફ અને મયંક યાદવ.

પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), વિષ્ણુ વિનોદ (વિકેટકીપર), પી. અવિનાશ, હરનૂર સિંહ, નેહલ વઢેરા, અઝમતુલ્લા ઓમરઝાઇ, આરૉન હાર્ડી, માર્કો યેનસેન, ગ્લેન મૅક્સવેલ, મુશીર ખાન, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, સૂર્યાંશ શેડગે, અર્શદીપ સિંહ, ઝેવિયર બાર્લેટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રવીણ દુબે, લૉકી ફર્ગ્યુસન, હરપ્રીત બ્રાર, કુલદીપ સેન, વિજયકુમાર વૈશાક અને યશ ઠાકુર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button